બળાત્કાર અને જાતીય પ્રવૃતિ બદલ ચીની-કેનેડિયન પોપ સિંગર ક્રિસ વુને 13 વર્ષની જેલની સજા

November 26, 2022

ચીની-કેનેડિયન પોપ સિંગર ક્રિસ વુને 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. વુને સેક્સ ક્રાઇમમાં દોષી જાહેર કર્યા બાદ કોર્ટે તેને આ સજા સંભળાવી. બેઇજિંગની એક અદાલતે 32 વર્ષીય ક્રિસ વુને ત્રણ મહિલાઓ પર બળાત્કાર કરવા અને સામૂહિક જાતીય પ્રવૃત્તિ માટે ભીડ એકઠી કરવા બદલ દોષી ઠેરવ્યો હતો.

ગયા વર્ષે ક્રિસ વુની પોલીસે ધરપકડ કરી હતી. તે સમયે એક વિદ્યાર્થીએ તેના પર ડેટ-રેપનો આરોપ લગાવ્યો હતો. આ પછી 24 વધુ છોકરીઓ આગળ આવી અને વુ વિરુદ્ધ જુબાની આપી. કોર્ટ કહે છે કે વુને દેશનિકાલ કરવામાં આવશે. જો કે, ચીનમાં લોકોને દેશનિકાલ કરવાની પ્રક્રિયા તેમની સજા પૂરી થયા બાદ કરવામાં આવે છે.