ચીની કંપનીઓને અમેરિકામાંથી હાંકી કઢાશે, અમેરિકી સેનેટમાં ડિલિસ્ટિંગ બિલ પાસ

May 21, 2020

વોશિંગટન : કોરોના વાયરસના વૈશ્વિક ફેલાવા બાદથી જ અમેરિકા ચીન સામે આકરા પાણીએ છે. કોરોના વાયરસના ફેલાવા માટે અમેરિકા ચીનને જવાબદાર ગણી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચીન પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. સાથે જ ચીનને સબક શીખવવાની વાત પણ કરી રહ્યા છે. ત્યારે હવે અમેરિકા ચીનને ચોતરફથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આર્થિક રીતે પણ અમેરિકા ચીનને એક પછી એક ઝટકા આપી રહ્યું છે. આ જ ક્રમમાં હવે અમેંરિકી શેર બજારમાં લિસ્ટેડ ચીની કંપનીઓનો વારો આવ્યો છે. અમેરિકા આ કંપનીઓને હાંકી કાઢવાની તૈયારી કરી રહ્યું છે. 

અમેરિકી સેનેટે એક બિલ પાસ કર્યુ છે, જેના પરથી આ વાતનો અંદાજો લગાવી શકાય છે. આ બિલ ડિલિસ્ટિંગ બિલ છે. ચીની કંપનીઓનેશેર બજારમાંથી ડિલિસ્ટ કરવા માટે અમેરિકાએ આ બિલ પાસ કર્યુ છે. જો કે થોડી કાયદાકિય પ્રક્રિયા બાદ તે લાગુ થશે. સેનેટમાં રજૂ કરાયેલા આ બિલનું વિપક્ષે પણ સમર્થન કર્યુ છે. અમેરિકાના આ નિર્ણયથી અમેરિકી શેર બજારમાં લિસ્ટેડ ચીની કંપનીઓ માટે મુશ્કેલી ઉભી થઇ છે. બિલમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી કંપનોમાં રોકાણ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.