ચીનની યુવતીએ રૂપાળી દેખાવાની ઘેલસામાં 100 વાર કરાવી 'પ્લાસ્ટીક સર્જરી'

February 22, 2021

ઝોઉ ચુન હવે "બાર્બી ગર્લ" જેવી દેખાવા માંગે છે, અને તે માટે 101 મી પ્લાસ્ટીક સર્જરી કરાવશે


બીજિંગ- સુંદર દેખાવું કોને નથી ગમતું અને તેમાંય વળી મહિલાઓ અને યુવતીઓ તેનાં માટે ખુબ જ સજાગ રહે છે, અને તેઓ તેની પાછળ લખલુંટ ખર્ચ પણ કરતી હોય છે, જેમ કે ચીનની એક 16 વર્ષની યુવતી રૂપાળી દેખાવા માટે 100થી પણ વધુ વખત પ્લાસ્ટીક સર્જરી કરાવી ચુકી છે, અને તેની પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા છે.


ઝોઉ ચુન નામની આ યુવતી 100 સર્જરી પછી પણ સંતુષ્ટ નથી, અને હવે તે વધુ એક પ્લાસ્ટીક સર્જરી કરાવવાનું કહી રહી છે, કારણ કે તે પોતાના હાલનાં લુક થી સંતુષ્ટ નથી, તેના સમૃધ્ધ માતા-પિતાએ પણ પુત્રીની આ ઇચ્છા પુરી કરવા માટે લાખોનો ખર્ચ કર્યો છે.


ઝોઉએ 100 સર્જરી કરાવ્યા બાદ સોશિયલ મિડિયા પર એક પોસ્ટ લખીને આ માહિતી આપી, તેમણે લખ્યું કે સર્જરી પહેલા તે કુરૂપ હતી, તેના આંખો પણ નાની હતી, જેના કારણે લોકો તેની મજાક ઉડાવતા હતાં, અને આ બાબત જ તેને ખટકતી હતી, જેના કારણે તે પ્લાસ્ટીક સર્જરી  કરાવવા માટે આકર્ષાઇ હતી.


ઝોઉ હાલ ત્રણ વર્ષમાં ચહેરાનાં વિવિધ અંગો જેવા કે કાન, નાક, હોઠ સહિતનાં તમામની પ્લાસ્ટીક સર્જરી કરાવી ચુંકી છે. માત્ર 13 વર્ષની વયે જ તેણે માતા પિતા સમક્ષ ડબલ આઇ લિડ સર્જરી કરાવવા માટે જીદ કરી હતી, હવે તે બાર્બી ગર્લ જેવી દેખાવા માંગે છે, અને તે માટે તેણે વધુ એક પ્લાસ્ટીક સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો છે.