ક્રિસ મોરિસે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહ્યું, હવે કોચિંગ કરતો દેખાઈશ
January 11, 2022

દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેને 2021 T20 વર્લ્ડ કપમાં આફ્રિકન ટીમમાં જગ્યા મળી નહોતી. IPLના સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ હવે કોચિંગ કરતો નજરે પડશે. 2021 સીઝન માટે, રાજસ્થાન રોયલ્સે તેને 16.25 કરોડમાં ખરીદ્યો હતો, જોકે આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા હતા. મોરિસે ટૂર્નામેન્ટના ફેઝ-1માં પોતાના પ્રદર્શનથી ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો.
IPLના ફેઝ-1માં તેણે 7 મેચમાં 14 વિકેટ લીધી હતી. જોકે, બીજા ફેઝ દરમિયાન તેનું પ્રદર્શન પહેલા જેવું રહ્યું નહોતું. તે 4 મેચમાં માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો.
આ સીઝનની IPLમાં રાજસ્થાને તેને રિલીઝ કર્યો છે.
- આવતા વર્ષે આયોજિત IPL મેગા ઓક્શનમાં ભાગ્યે જ કોઈ ટીમ તેના પર આટલા પૈસા ખર્ચશે એમ લાગી રહ્યું હતું.
- હવે અનુમાન લગાવાઈ રહ્યું છે કે મોરિસ આ નિર્ણય સાથે IPLની કોઈ ટીમ સાથે કોચિંગ સ્ટાફમાં જોડાઈ શકે છે.
2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર મોરિસે દક્ષિણ આફ્રિકા માટે 4 ટેસ્ટ, 42 ODI અને 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 12, 48 અને 34 વિકેટ ઝડપી છે. ઉપરાંત, તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ 773 રન કર્યા છે.
Related Articles
ઈંગ્લેન્ડમાં પૂજારાએ શાનદાર સદી ફટકારી, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા
ઈંગ્લેન્ડમાં પૂજારાએ શાનદાર સદી ફટકારી,...
Aug 13, 2022
ઈન્સ્ટાગ્રામ પર તિરંગાની ડીપી મુક્યુ, દોઢ વર્ષ બાદ ધોનીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો મેસેજ
ઈન્સ્ટાગ્રામ પર તિરંગાની ડીપી મુક્યુ, દો...
Aug 13, 2022
રોહિત શર્માને નામે સ્થપાયો રેકોર્ડ, MS Dhoni રહી ગયા પાછળ
રોહિત શર્માને નામે સ્થપાયો રેકોર્ડ, MS D...
Aug 13, 2022
સંન્યાસ લેવા મજબૂર થયા હતા ભારતના ક્રિકેટર્સ, કોઈ સન્માન ના મળ્યું
સંન્યાસ લેવા મજબૂર થયા હતા ભારતના ક્રિકે...
Aug 12, 2022
કોમનવેલ્થ ગેમ્સઃ સિલ્વર મેળવનાર ભારતીય મહિલા ટીમ પર ગાંગુલીએ આપેલા નિવેદનથી વિવાદ
કોમનવેલ્થ ગેમ્સઃ સિલ્વર મેળવનાર ભારતીય મ...
Aug 10, 2022
Trending NEWS

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022
.jpeg)
13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022