બ્રિટનમાં આવનાર 59 દેશોના નાગરિકોને ક્વોરન્ટિન નહીં કરાય, પણ અમેરિકાથી આવનારને કરાશે

July 04, 2020

લંડન :  વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 1 કરોડ 12 લાખ 5 હજાર કેસ નોંધાયા છે. જેમાં 5.29 લાખ લોકોના મોત થયા છે. 63.54 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

બ્રિટન સરકારે 59 દેશના નાગરિકોને રાહત આપી છે. હવે આ દેશોમાં આવનાર નાગરિકોને ક્વોરન્ટિન કરાશે નહીં. ખાસ વાત એ છે કે અમેરિકા આ લિસ્ટમાં સામેલ નથી. અહીંથી આવનારે ક્વોરન્ટિન પીરિયડ પૂરો કરવો પડશે. આ લિસ્ટ 10 જુલાઈથી લાગુ થશે.

અમેરિકામાં 28 લાખ 90 હજાર 588 કેસ નોંધાયા છે. 1.32 લાખ લોકોના મોત થયા છે. 12.35 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

બ્રાઝીલમાં 15.43 લાખ કેસ નોંધાયા છે. 63 હજાર 254 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે