સુરતમાં સિટી બસે યુવકને અડફેટે લઈ કચડતાં મોત, મૃતકની પત્નીને નવ માસનો ગર્ભ, પરિવારમાં શોકનો માહોલ

August 08, 2022

સુરત  : સુરત શહેરની સિટી બસ જાણે કાળમુખી બની હોય તેમ એક પછી એક અકસ્માતમાં બનાવો બની રહ્યા છે. ત્યારે સુરતના રીંગરોડ માર્કેટ ખાતે રસ્તા પર બસ અડફેટે લઈ કચડતાં યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્નીને નવ માસનો ગર્ભ હોવાથી પરિવારમાં શોકનો માહોલ પેદા થયો હતો. સુરત રીંગરોડ ટેક્સટાઇલ્સ માર્કેટ પાસે એક બ્લ્યુ સિટી બસે રાહદારીને કચડી નાખતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બાદ લોકોના ટોળા ભેગા થઈ જતા બસ ચાલક ભાગી ગયો હતો. લોકોએ કહ્યું હતું કે, રોડ ક્રોસ કરતા બસે અડફેટે લઈ કચડી નાખ્યો હતો. હાથમાં ટિફિન લઈ કામે જવા નીકળેલા સ્વજન બસ નીચે કચડાય ગયો હોવાના સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ બસ પોલોસ દોડી આવી હતી.