બજેટ રજૂ કરતી વખતે નાણાંમંત્રીના ગળે ન ઉતરે તેવા દાવા

February 02, 2020

નવી દિલ્હી : દેશના આૃર્થતંત્રને 11 વર્ષમાં સૌથી ખરાબ મંદીમાંથી બહાર લાવવા માટે નાણા મંત્રી નિર્મલા સીતારામને શનિવારે રજૂ કરેલા બજેટમાં વ્યક્તિગત આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરીને સામાન્ય પ્રજાને તેમજ ડીવીડન્ડ ટેક્સ રદ કરીને કંપનીઓને રાહત આપવામાં આવી હતી જ્યારે કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં વિક્રમી ખર્ચની જાહેરાત કરવામાં આવી હતી.

આ સિવાય સરકારે ડીસઈન્વેસ્ટમેન્ટના ભાગરૂપે એલઆઈસી અને આઈડીબીઆઈમાં તેનો હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. આ સાથે નાણામંત્રી નિર્મલા સિતારામને દાયકાનું પહેલું રૂ. 30.42 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરતાં અનેક મોટી જાહેરાતો કરી હતી.

સરકારે એકબાજુ વ્યક્તિગત આવકવેરામાં કાપ મૂક્યો છે બીજીબાજુ અફોર્ડેબલ હાઉસિંગ માટેના કર લાભ લંબાવ્યા છે અને ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓને રાહત આપી છે. સરકારે આવકવેરાના દરમાં કાપ મૂકતાં વાર્ષિક રૂ. 17 લાખની આવક કરનારી વ્યક્તિને કરમાં વાર્ષિક રૂ. 31,000ની બચત થશે,

જોકે, આ માટે તેમણે બાળકોની ટયુશન ફી અને વીમા પ્રીમિયમ, પ્રોવિડન્ટ ફંડમાં રૂ. 1.5 લાખ સુધીની ચૂકવણી પર મળતી મુક્તિ તેમજ રૂ. 50,000ના સ્ટાન્ડર્ડ ડીડક્શન સહિતની અનેક વર્તમાન કરમુક્તી અને કપાતોને છોડવી પડશે.

નિર્મલા સીતારામને 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ સૃથાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ટેબલવેરથી ઈલેક્ટ્રિક એપ્લાયન્સસીસ, ફૂટવેર, ફર્નિચર, સ્ટેશનરી અને રમકડાં સહિતના વિવિધ ઉત્પાદનો પર આયાત જકાત વધારી છે. આ સાથે ખેડૂતોને તેમના ખેતરોમાં સૌર ઊર્જા ઉત્પાદન એકમો સૃથાપવા માટે ભંડોેળ પૂરૂં પાડશે.  

ઉપરાંત સરકારે દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસી અને આઈડીબીઆઈ બેન્કમાં તેનો હિસ્સો વેચવાની જાહેરાત કરી છે. સંસદમાં તેમનું બીજું બજેટ રજૂ કરતાં નાણામંત્રી સીતારામને કહ્યું કે 2020-21ના બજેટનો આશય ખેડૂતોની આવક અને ગ્રાહકોની ખરીદ શક્તિ વધારવાનો છે. તેમણે દાવો કર્યો કે આૃર્થતંત્રનો પાયો મજબૂત છે અને ફુગાવો નિયંત્રણ હેઠળ છે.

આ ઉપરાંત બજેટમાં નાણામંત્રીએ 2020-21માં જીડીપીનો અંદાજિત આિર્થક વિકાસ દર 10 ટકા રહેવાનો મત વ્યક્ત કરતાં સંસદમાં વિપક્ષ દ્વારા તેમનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. સિતારામને કહ્યું કે સરકાર એક ટેક્સ પેયર ચાર્ટર બનાવશે, જેથી હવે કોઈપણ  કરદાતાને કોઈ પરેશાન કરી શકશે નહીં. આ સાથે તેમણે બેન્કોમાં ભરતી માટે રાષ્ટ્રીય ભરતી એજન્સી બનાવવાની દરખાસ્ત પણ કરી.

દેશમાં કૃષિ અને ગ્રામીણ ક્ષેત્ર માટે તેમણે રૂ. 2.83 લાખ કરોડની ફાળવણી કરી હતી અને કૃષિ લોન આપવા માટે રૂ. 15 લાખ કરોડનું લક્ષ્ય નિશ્ચિત કર્યું છે. પરીવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 1.7 લાખ કરોડ અને ઊર્જા સેક્ટર માટે રૂ. 40,740 કરોડની ફાળવણી કરાશે.

જોકે, સરકાર સતત ત્રીજા વર્ષે તેનો નાણાકીય ખાધનો લક્ષ્યાંક ગુમાવશે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીના 3.8 ટકાની ખાધ સર્જાશે, જે ગયા વર્ષે 3.3 ટકા હતી. સરકારે આગામી નાણાકીય વર્ષ માટે 3.5 ટકાના નાણાકીય ખાધનું લક્ષ્ય રાખ્યું છે. સીતારામને ઈક્વિટીમાં રોકાણને વધુ આકર્ષક બનાવવા માટે કંપનીઓ દ્વારા ચૂકવાતા ડીવીડન્ડ ટેક્સને રદ કર્યો હતો.

જોકે, કરદાતાઓને અપાયેલી આ સુવિધાથી સરકારી તિજોરી પર રૂ. 25,000 કરોડનો બોજ પડશે. તેમણે આગામી નાણાકીય વર્ષ માટે રૂ. 5.45 લાખ કરોડનું ચોખ્ખું ઋણ લેવાની અને પીએસયુમાંથી સરકારના હિસ્સાના વેચાણમાંથી આવક વધારીને રૂ. 2.1 લાખ કરોડ કરવાનો લક્ષ્યાંક રજૂ કર્યો છે. 

ભાષણની શરૂઆત કરતાં નિર્મલા સિતારામને લોકસભામાં મળેલા ચૂંટણી વિજયનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ પ્રચંડ જનાદેશ હતો, પરંતુ સૃથાયીત્વ લાવનારો છે.

જીએસટીનો ઉલ્લેખ કરતાં નાણામંત્રીએ અરૂણ જેટલીને યાદ કર્યા અને કહ્યું કે તેમની દુરદર્શિતાના કારણે જીએસટી લાગુ થયો અને તેનાથી ડરામણું ઈન્સ્પેક્ટર રાજ ખતમ થયું છે.  તેમણે કહ્યું કે બેન્કિંગ સિસ્ટમમાં સુધારો થયો છે, જેનાથી બેંકોની સિૃથતિમાં સુધારો થયો છે. અત્યાર સુધીમાં 40 કરોડના જીએસટી ફાઈલ થયા છે. 

તેમણે કહ્યું કે આૃર્થતંત્રનો પાયો મજબૂત છે અને 2014થી 2019 વચ્ચે સરકારી કામકાજમાં ફેરફાર થયો છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર મોંઘવારીને કાબૂ કરવામાં સફળ થઈ છે. ગયા વર્ષે 16 લાખથી વધુ નવા કરદાતા જોડાયા છે.

જીડીપીમાં આપણા દેવાની સરેરાશ ઘટી છે. નાણામંત્રીએ કહ્યું કે નાના અને મધ્યમ ઉદ્યોગને રાહત મળી છે. તેમની સરકારે વ્યવસૃથા બદલી નાંખી છે. પીએમ મોદીનું સૂત્ર સબકા સાથ, સબકા વિશ્વાસનો ઉલ્લેખ કરીને નાણામંત્રીએ પીએમ આવાસ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.