રાજસ્થાનમાં નવા 19 જિલ્લા બનાવવા CM અશોક ગેહલોતની જાહેરાત

March 17, 2023

જયપુર- રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ચૂંટણી વર્ષમાં મોટો નિર્ણય કર્યો છે. ગેહલોત દ્વારા રાજસ્થાનમાં 19 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં પહેલાથી જ 33 જિલ્લાઓ આવેલા હતા. હવે રાજસ્થાનમાં કુલ 50 જિલ્લા હશે. છેલ્લા ઘણા દાયકાઓથી નવા જિલ્લા બનાવવાની માંગ થઈ રહી હતી. રાજસ્થાનમાં 3 નવા વિભાગ બનાવવાની પણ જાહેરાત કરાઈ છે. આ સાથે હવે રાજ્યમાં 10 વિભાગો હશે.


ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી ગેહલોતની જાહેરાત બાદ હવે રાજસ્થાનમાં 50 જિલ્લા હશે. આ જાહેરાત પહેલા 31 જિલ્લા હતા. બીજી તરફ રાજસ્થાનમાં હવે 10 વિભાગ હશે. અહેવાલો મુજબ 19 જિલ્લાઓમાં અનુપગઢ (શ્રીગંગાનગર), બાલોતરા (બાડમેર), બ્યાવર (અજમેર), ડીગ (ભરતપુર), ડીડવાના-કુચામનસિટી (નાગૌર), દૂદૂ (જયપુર), ગંગાપુર શહેર (સવાઈમાધોપુર), જયપુર-ઉત્તર, જયપુર દક્ષિણ, જોધપુર પૂર્વ, જોધપુર પશ્ચિમ, કેકડી (અજમેર), કોટપુતલી-બહરોડ (જયપુર), ખૈરથલ (અલવર), નીમ કા થાના (સીકર), ફલોદી (જોધપુર), સલૂંબર (ઉદયપુર), સાંચોર (જાલોર) અને શાહપુરા (ભીલવાડા))ને નવો જિલ્લો બનાવાયો છે અને હવે સીકર, પાલી અને બાંસવાડામાં નવા વિભાગો હશે.