કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ એઇમ્સમાં લડી રહયા છે જીવનનો જંગ, લાખો ફેન્સ કરી રહયા છે પ્રાર્થના

August 11, 2022

નવી દિલ્હી : મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ જિમમાં કસરત કરતા હતા ત્યારે અચાનક જ તબિયત ખરાબ થતા બુધવારે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તબિયત વધારે નાજૂક બનતા વેંન્ટિલેટર પર શિફટ કરવામાં આવ્યા છે. રાજુ શ્રી વાસ્તવના પરીવારજનો તેમની સાથે છે અને લાખો ચાહકો પ્રાર્થના કરી રહયા છે. કોમેડિયન સુનીલ પાલે જણાવ્યું હતું કે રાજુને હાર્ટ એટેક આવ્યો હતો અને હવે તેમની સ્થિતિ સ્થિર છે. જો કે રાજુ શ્રીવાસ્તવની પુત્રી અંતરાએ મેડિકલ ટીમ ઇલાજ કરી રહી છે અને તબિયતમાં ઘટાડો કે સુધારો ખાસ જોવા મળ્યો નથી એમ જણાવ્યું હતું. 

નવાઇની વાત તો એ છે કે સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે જાણીતા અને એક સમયે સૌથી મોટા અને વ્યસત ટીવી સ્ટાર રાજુ શ્રીવાસ્તવ હેલ્થ બાબતે ખૂબજ સજાગ રહેતા હતા. તેઓ વિવિધ સ્થળોએ સ્ફૂર્તિથી ટ્રાવેલિંગ કરતા હતા. રોજ એકસર સાઇઝ કરવીએ પોતાની જીવનશૈલીનો ભાગ છે અને જીમ કયારેય મિસ કરતા નથી. હ્વદયને લગતી કોઇ જ બીમારી પણ ન હતી આથી અચાનક જ બિમાર થવાથી ફેન્સ આઘાતમાં સરી પડયા છે. તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહયા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથે રાજુ શ્રી વાસ્તવની પત્ની સાથે ફોન પર વાત કરી હતીને સાત્વના તથા મદદનું આશ્વાસન આપ્યું હતું.