કઠવાડામાં મિત્રને કોરોના પોઝિટિવ આવતા મિત્રે ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો

April 07, 2021

શહેરના પૂર્વ વિસ્તારના કઠવાડામાં રહેતા યુપીના યુવકે પોતાના મિત્રને કોરોના પોઝિટિવ આવતા ટેન્શનમાં આવી ગયો હતો. આથી તેઓએ ગળાફંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે નિકોલ પોસીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.

મૂળ ઉત્તરપ્રદેશ અને હાલમાં શહેરના કઠવાડા ખાતે ગોકુલ ગેલેક્સી ફલેટમાં અર્જુનસિંહ ચૌધરી તેની પત્ની અને પાંચ વર્ષના દીકરા સાથે રહેતા હતા. તેઓ એક ખાનગી સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતો હતો. શનિવારે તેઓ નોકરીથી ઘરે આવીને જમી પરવારીને બેઠા હતા. અર્જુનસિંહની પત્ની પત્ની વાસણ ધોતી હતી ત્યારે અચાનક તેઓ રૂમમાં જતા રહ્યા અને દરવાજો બંધ કરી દીધો હતો. થોડી વાર સુધી તેઓ રૃમમાંથી બહાર ન નીકળતા તેમની પત્નીએ દરવાજો ખખડાવ્યો.

જોકે ક્યાંય સુધી દરવાજો ખખડાવ્યા બાદ પણ દરવાજો ન ખોલતા તેમણે પાડોશીઓને બોલાવ્યા હતા. પાડોશીઓએ દરવાજો ખોલતા જોયું તો અંદર રૃમમાં અર્જુનસિંહે ચાદર વડે પંખે આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૃ કરી હતી.

પોલીસ તપાસમાં મૃતકનાં પત્નીએ જણાવ્યું કે, મૃતકના ખાસ મિત્રને કોરોના પોઝિટિવ આવ્યો હતા. આથી મૃતક ચિંતામાં તેમજ આવેશમાં આવીને પોતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.