રાજયપાલના ગેરવર્તન અંગે રાષ્ટ્રપતિને ફરિયાદ કરાઇ

February 02, 2020

- મહેસાણા કોંગ્રેસની ટીમે લેખિત ફરિયાદ કરી

- ઉત્તર ગુજરાત યુનિ.માં સેનેટની ચૂંટણીઅંગે રાજ્યપાલે તમામ કોંગી આગેવાનો સાથે ગેરવર્તુણક કરી હતી


મહેસાણા - ઉત્તર ગુજરાતમાં યુનિવર્સિટીમાં સેનટરની ચૂંટણી યોજાઇ તે માટે રાજયપાલ પાસે રજુઆત કરવા ગયેલા મહેસાણા કોંગી આગેવાનો સાથે ગેરવર્તુણક થતા છેક રાષ્ટ્રપતિને લેખિત ફરિયાદ કરી છે.
મહેસાણા કોંગ્રેસના પ્રમુખ ભૌતિક ભટ્ટે રાષ્ટ્રપતિને કરેલ લેખિત ફરિયાદ મુજબ તા.૨૯ જાન્યુઆરી ૨૦૨૦ રોજ સાંજે ૫ વાગે રાજયપાલને મળવાની મંજુરી આવતા ધારાસભ્ય ભરતજી ઠાકોર, પાલિકા પ્રમુખ ધનશ્યામ સોલંકી સહિતની ટીમ પહોંચી હતી. ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી યોજના માંગ કરી હતી. તરત જ રાજ્યપાલે ઉશ્કેરી જઇ તેવું કહ્યું કે વિધાનસભામાં બેઠેલા તમામ ચૂંટાયેલા સભ્યો મુર્ખ છે. શું તમે ગુજરાતને જે એનયુ બનાવવા માંગો છે?તેવું કહેતા તમામ કોંગી આગેવાનોનું અપમાન કયું હતું. તેથી આ બાબતે યોગ્ય પગલા ભરવા માંગ કરી હતી.