કોંગ્રેસનાં નેતાનો બફાટ- યુવતીઓ 15 વર્ષે પ્રજોત્પતી માટે લાયક બની જાય છે

January 13, 2021

ભોપાલ- મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનાં અગ્રણી નેતા સજ્જન સિંહ વર્માએ યુવતીઓનાં લગ્નની ઉંમર 18થી વધારીને 21 કરવાનાં વિચારનો વિરોધ કરતા જોરદાર બફાટ કર્યો છે, તેમણે કહ્યું કે 15 વર્ષની ઉંમરે કોઇ પણ યુવતી પ્રજોત્પતી માટે લાયક બની જાય છે અને 18 વર્ષે પરિપક્વ બની જાય છે તો લગ્નની ઉંમર 21 વર્ષની કેમ? રાખવી જોઇએ.
સજજન સિંહ વર્મા બુધવારે ભોપાલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં શિવરાજ સિંહને નિશાન બનાવ્યા અને ડોક્ટરોને ટાંકીને યુવતીઓની બાળકો પેદા કરવા માટેની ઉંમર 15 વર્ષની બતાવી દીધી. 
અત્રે ઉલ્લેખનિય છે કે મધ્યપ્રદેશનાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં યુવતીઓની લગ્ન માટેની ઉંમર 21 વર્ષ હોવી જોઇએ, આને મુદ્દો બનાવીને તે અંગે ચર્ચા થવી જોઇએ, તેમણે એક કાર્યક્રમમાં કહ્યું  કે લગ્ન માટે યુવકની વય 21 વર્ષ તો યુવતીની પરિપક્વતની ઉંમર પણ 21 વર્ષની હોવી જોઇએ.