સૌરાષ્ટ્રની 20 સીટો પર કોંગ્રેસનું શક્તિપ્રદર્શન, કોંગ્રેસના ત્રણ કાર્યકારી અધ્યક્ષ કાઢશે માતાજીની યાત્રા

September 25, 2022

સૌરાષ્ટ્રની 20 સીટો પર કોંગ્રેસનું શક્તિપ્રદર્શન જોવા મળશે. તેમાં કોંગ્રેસના ત્રણ કાર્યકારી અધ્યક્ષ માતાજીની યાત્રા કાઢશે. જેમાં લલિત કગથરા, અંબરીશ ડેર, ઋત્વિજ મકવાણા માતાજીની યાત્રા કાઢશે. તેમાં આગામી 28 સપ્ટેમ્બરે યાત્રાનું આયોજન કરવામાં આવશે.

આગામી 28 સપ્ટેમ્બરે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર યાત્રાનું સ્લોગન રાખવામાં આવ્યું છે. તેમજ યાત્રાનો રૂટ રાજકોટ રેસ કોર્ટથી ખોડલધામ,  ખોડલધામથી સીદસર રાખવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ માતાજીના દર્શન કરી અને પાટીદારો મત કબ્જે કરવા પ્રયત્ન કરશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે‘ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર’યાત્રાનું આયોજન કર્યું છે. સૌરાષ્ટ્રના 2017ની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન કરવા કોંગ્રેસની યાત્રા શરૂ થઇ છે. તેમજ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું મોટું શક્તિપ્રદર્શન જોવા મળ્યુ છે. તથા સૌરાષ્ટ્રની 20 સીટો પર કોંગ્રેસનું શક્તિપ્રદર્શન શરૂ થતા ગુજરાત કોંગ્રેસના ત્રણ કાર્યકારી અધ્યક્ષ માતાજીની યાત્રા કાઢશે. લલિત કગથરા, અંબરીશ ડેર અને ઋત્વિજ મકવાણાની આગેવાનીમાં આ યાત્રા શરૂ કરવામાં આવી રહી છે.