સાંસદોનાં વેતન કાપને કોંગ્રેસનું સમર્થન, કહ્યું- 30 નહીં 50 ટકા પગાર ઘટાડે સરકાર

April 06, 2020

નવી દિલ્હી : દેશમાં કોરોના સંકટને જોતા કેન્દ્ર સરકારે સોમવારે મોટો નિર્ણય કર્યો છે, સરકાર તમામ સાંસદોનાં વેતનમાં 30 ટકાનો કાપ મુકવાની ઘોષણા કરી છે, મોદી સરકારે આ કેસમાં કોંગ્રેસનાં નિર્ણયનું સ્વાગત કર્યું છે.

કોંગ્રેસનાં  પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સરકાર ઇચ્છે તો સાંસદોનાં વેતનમાં ભલે 40 નહીં 50 ટકાનો ઘટાડો કરી શકે છે, જો કે સાંસદ ફંડને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું તેને લઇને સવાલ ઉઠાવ્યા છે.

કોગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સાંસદ ફંડને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામા આવ્યા જેથી સંસદીય વિસ્તારોમાં વિકાસ કાર્યોને નુકસાન થશે, તેમણે આગ્રહ કર્યો કે સરકાર સાંસદ ફંડને ચાલું રાખે.

સુરજેવાલાએ કહ્યું કે " પ્રધાનમંત્રીજી કોંગ્રેસ સાંસદોનાં વેતનમાં ઘટાડો કરવાનું સમર્થન કરે છે, 30 નહીં 40થી 50 ટકા કાપ મુકી શકો છો.

પરંતું સાંસદ ફંડ તો સાંસદોનાં સંસદીય વિસ્તારોનાં વિકાસ કાર્યો માટે બન્યું છે, સાંસદ નિધીને સસ્પેન્ડ કરવાથી સંસદીય વિસ્તારોને મોટું નુકસાન થશે. અને સાંસદનાં કામકાજ પર પણ અસર થશે.