તેલંગાણા જીતવા માટે કોંગ્રેસે ચાલ્યો મોટો દાંવ, સોનિયા ગાંધીએ 6 ગેરેન્ટીની કરી દીધી જાહેરાત

September 17, 2023

મને પોતાના સહયોગીઓ સાથે આ મહાન રાજ્ય તેલંગાણાના જન્મનો ભાગ બનવાનો અવસર મળ્યો : સોનિયા ગાંધી
તેલંગાણામાં કોંગ્રેસ સરકાર જોવી મારું સપનું : સોનિયા ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ હૈદરાબાદ પાસે એક રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે વિધાનસભા ચૂંટણી પહેલા તેલંગાણા માટે 6 ગેરેન્ટીઓની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, મને પોતાના સહયોગીઓ સાથે આ મહાન રાજ્ય તેલંગાણાના જન્મનો ભાગ બનવાનો અવસર મળ્યો. હવે તેને નવી ઉંચાઈઓ પર લઈ જવાનું અમારું કર્તવ્ય છે. તેમણે કહ્યું કે, તેલંગાણામાં કોંગ્રેસ સરકાર જોવી મારું સપનું છે, જે સમાજના તમામ વર્ગો માટે કામ કરશે. સોનિયાએ એલાન કર્યું કે, મહાલક્ષ્મી યોજના હેઠળ દર મહિને 2500 રૂપિયની નાણાકીય સહાય આપશે. સાથે જ કહ્યું કે, જો તેલંગાણામાં અમારી સરકાર આવશે તો સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી ઉપલબ્ધ કરાવશે. કોંગ્રેસે આ મોટા ચૂંટણી વચન આપ્યા.

1. મહાલક્ષ્મી ગેરેન્ટી

- મહિલાઓને દર મહિને 2,500 રૂપિયાની નાણાકીય સહાય
- 500 રૂપિયામાં LPG ગેસ સિલિન્ડર
- RTC બસોમાં મફત મુસાફરી

2. રાયથુ ભરસા ગેરેન્ટી

- ખેડૂતોને વાર્ષિક 15,000ની નાણાકીય સહાય
- ખેત મજૂરોને 12,000ની સહાયતા

- અનાજના પાક પર 500 રૂપિયાનું બોનસ

3. ગૃહ જ્યોતિ ગેરેન્ટી

- તમામ ઘરોને 200 યૂનિટ મફત વીજળી

4. ઈન્દિરમ્મા ઈંદુ ગેરેન્ટી

- જેમની પાસે પોતાનું ઘર નથી, તેમને મકાન અને 5 લાખ રૂપિયા આપવામાં આવશે.
- તેલંગાણા આંદોલન સેનાનીઓને 250 વર્ગ યાર્ડના પ્લોટ મળશે

5. યુવા વિકાસમ

- વિદ્યાર્થીઓને 5 લાખ રૂપિયાના વિદ્યા ભરોસા કાર્ડ આપવામાં આવશે
- તમામ મંડળમાં એક તેલંગાણા ઈન્ટરનેશનલ સ્કૂલ હશે

6. ચેયુથા

- 4000 રૂપિયાનું માસિક પેન્શન
- 10 લાખ રૂપિયાનો રાજીવ આરોગ્યશ્રી વીમો મળશે