વડોદરાના ડોક્ટરને રૂપિયા 1.69 લાખનો ક્લેમ ચૂકવવા ગ્રાહક સુરક્ષા કોર્ટનો આદેશ

June 20, 2022

વડોદરામાં કન્ઝયુમર ફેરમ દ્વારા બુધવારે એક સીમાચિહનરૂપ ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે જણાવયું હતું કે, જો કોઈ ડૉક્ટર તેની પોતાની હોસ્પિટલમાં સારવાર કરાવે તો પણ તે મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેઈમ માટે હકદાર છે. ગ્રાહક સુરક્ષા કોર્ટ ડૉ. ઈન્દ્રવદન શાહ દ્વારા જૂન 2021માં નિવા બુપા ઈન્સ્યોરન્સ દ્વારા ક્લેઇમ ન ચૂકવાતા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેની સુનવણી બાદ વડોદરા કન્ઝયુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (એડિ.)ના પ્રમુખ આઈ સી શાહે બુધવારે ઈન્સ્યોરન્સ કંપની લિ.ને ડૉ. ઇન્દ્રવદન શાહને ફરિયાદ દાખલ થઈ તે તારીખથી 9 ટકા વ્યાજ સાથે રૂ. 1. 69 લાખ ચૂકવવા આદેશ આપ્યો હતો.

ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કરેલી ફરિયાદમાં ડૉ. ઇન્દ્રવદન શાહે જણાવ્યું હતું કે, તેમને 31 ઑક્ટોબર, 2020 ના રોજ કોવિડ પોઝિટિવ આવ્યો હતો. જેની સારવાર મેં મારી પોતાની જ હોસ્પિટલમાં 6 નવેમ્બર સુધી લીધી હતી. જે સાર મારા પુત્ર ડૉ. મોસમ દ્વારા જ કરવામાં આવી હતી. જે બાદ મેં નિવા બુપા પાસેથી રૂ. 84,055ના મેડિકલ ખર્ચ માટે રિઇમ્બર્સમેન્ટનો દાવો કર્યો, પરંતુ વીમા કંપનીએ મારો દાવો નકારી કાઢયો હતો.

દાવા નકારી કાઢવા પાછળનું કારણ કંપની દ્વારા પોતાની જ હોસ્પિટલમાં અને પરિવારના સભ્ય દ્વારા કરવામાં આવી હોય દાવો રદ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. જે બાદ ડો. ઈન્દ્રવદન શાહ પુનઃ કોવિડ સંક્રમિત થયા અને 11 નવેમ્બરના રોજ ફ્રી પોતાની જ હોસ્પિટલમાં પાંચ દિવસ માટે દાખલ થયા હતા. જેની સારવાર પણ તેમના પુત્ર ડૉ. મોસમે જ કરી હતી. જે બાદ ડો. શાહે પુનઃ રૂ. 61,777 ની વીમા રકમનો દાવો કર્યો હતો.

ત્યારે પણ નિવા બુપાએ તે જ કારણસર આગળ ધરી દાવો નકારી કાઢયો હતો. જેથી ડૉ. શાહે સમગ્ર ઘટના અંગે ગ્રાહક ફેરમનો સંપર્ક કરી જાણકારી મેળવી હતી. જેમાં જાણવા મડ્યુ હતું કે, પોલિસીના દસ્તાવેજોમાં એવી કોઈ કલમ નથી કે જે કહે છે કે વીમાધારક વ્યક્તિ પોતાના સંબંધીઓ દ્વારા સારવાર ન કરાવી શકે. જે બાદ ડો. શાહે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી હતી.