પેંગોંગ લેક પર ગતિરોધ વચ્ચે ચીનની કંપનીને 39000 ટ્રેન વ્હીલ્સનો કોન્ટ્રાક્ટ

May 22, 2022

દિલ્હી- ગલવાનમાં ચાલુ મડાગાંઠ વચ્ચે ભારતીય રેલવેએ ચીની કંપનીની સાથે એક મોટો કોન્ટ્રાક્ટ કર્યો છે. ભારતીય રેલવેએ સુપરફાસ્ટ ટ્રેનો માટે 39 હજાર પૈડા બનાવવાનો કોન્ટ્રાક્ટ ચીનની એક કંપનીને આપ્યો છે. આ કોન્ટ્રાક્ટની કિંમત 170 કરોડ રૂપિયા છે અને જે કંપનીને આ આપવામાં આવ્યો છે તેનુ નામ તાઈઝાંગ ઈન્ટરનેશનલ લિમિટેડ છે. ચીન સાથે જારી મડાગાંઠ વચ્ચે આખરે ભારતીય રેલવેએ આ કોન્ટ્રાક્ટ એક ચીની કંપનીને આપ્યો તો સ્વાભાવિક છે કે આની પર પ્રશ્ન ઉઠવાના જ છે. આની પર રેલવેએ કારણ પણ બતાવ્યા છે.
રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે આ પૈડા વંદે ભારત માટે આયાત કરવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યુ કે ભારતમાં રેલ વ્હીલ સપ્લાયર્સની અછત છે અને યુક્રેશ રશિયા યુદ્ધથી આયાતમાં મોડાઈના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. 
રેલવે અધિકારીએ કહ્યુ, છેલ્લા બે વર્ષોથી યુક્રેન અને રશિયામાંથી પૈડાનો પુરવઠો કરવામાં આવી રહ્યો હતો. રશિયા-યુક્રેન સંકટના કારણે, પુરવઠો ઉપલબ્ધ નથી.


અધિકારીએ કહ્યુ, રેલવે મંત્રાલય RINL (રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ)ના રાયબરેલી પ્લાન્ટને મહત્વ આપી રહ્યા છે જેથી આયાતને ઓછી કરવામાં આવી શકે. રેલવે અધિકારીએ કહ્યુ કે પ્લાન્ટનુ કોમર્શિયલ સંચાલન સપ્ટેમ્બર 2021માં શરૂ થયુ હતુ પરંતુ ઓપરેશનલ સંબંધિત મુદ્દાઓના કારણે RINL પ્લાન્ટ હવે ચાલી રહ્યો નથી. પ્લાન્ટ સાથે નિયમિત પૈડાનો પુરવઠો શરૂ થવામાં થોડો સમય લાગશે.


રેલવે અધિકારીએ વધુમાં જણાવ્યુ, RINL પાસેથી પુરવઠામાં અનિશ્ચિતતા અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડના દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટમાંથી ક્ષમતાની અછતના કારણે ચીની કંપનીને 39 હજાર પૈડાને બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવો પડે છે. તેમણે એ પણ જણાવ્યુ કે વંદે ભારત માટે 8,000 બનાવટી વ્હીલ્સ માટે એક અલગ ઓર્ડર પણ તે જ ચીની ફર્મને આપવામાં આવ્યો છે.