Breaking News :
રાજસ્થાનમાંથી ISIનો એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર વખતે ગુજરાત સહિતના 3 રાજ્યોની માહિતી લીક કર્યાનો આરોપ મોબાઇલમાં ‘સંચાર સાથી’ પ્રિ-ઇન્સ્ટોલ કરાવવા પાછળ સરકારના શું ઇરાદા છે? વિપક્ષે ‘પેગાસસ’ ગણાવ્યું સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ આપવાની પેરવીથી વિવાદ રાજસ્થાનમાંથી ISIનો એજન્ટ પ્રકાશ સિંહ ઉર્ફે બાદલ પકડાયો, ઓપરેશન સિંદૂર વખતે ગુજરાત સહિતના 3 રાજ્યોની માહિતી લીક કર્યાનો આરોપ સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા માંગે છે સરકાર: 'સંચાર સાથી' એપ મુદ્દે પ્રિયંકા ગાંધીના પ્રહાર B.Ed ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્રગ્સ વેચતા ઝડપાઈ! રાજસ્થાનથી જથ્થો લાવવામાં ભાઈ કરતો હતો મદદ

સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ આપવાની પેરવીથી વિવાદ

December 02, 2025

સુરત મહાનગરપાલિકા દ્વારા 2022માં બ્લેક લિસ્ટેડ થયેલા કોન્ટ્રાક્ટરને આ વડોદરા ફાયર બ્રિગેડમાં ડ્રાઇવરો સપ્લાય કરવાની કામગીરી અંગે વારંવાર કોન્ટ્રાક્ટ અપાતો હોવાના કારણે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્લેક લિસ્ટેડ થયેલા કોન્ટ્રાક્ટરને વડોદરા પાલિકાના ફાયર વિભાગમાં ડ્રાઇવરો સપ્લાય કરવા બાબતે છેલ્લા ત્રણેક વર્ષથી વારંવાર કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જ્યારે બીજી બાજુ અગાઉ જાહેર થયેલા ટેન્ડરો ભરાઈને પરત પણ તંત્ર સમક્ષ આવી ગયા છે છતાં પણ આવા ટેંડરો નહીં ખોલીને  સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વારંવાર બ્લેક લીસ્ટેડ થયા હોવાના આરોપો એડવોકેટ અને કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારે કર્યા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડોદરા પાલીકા દ્વારા ફાયર બ્રિગેડમાં ડ્રાઇવરો સપ્લાય કરવાના મુદ્દે જાહેર કરાયેલા ટેન્ડરો ભરાઈને આવી ગયા હોવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા નહીં ખોલીને સુરત પાલિકાના બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વારંવાર કોન્ટ્રાક્ટ અપાતો હોવાથી આ કાર્યવાહીમાં ચોક્કસ ભ્રષ્ટાચારની બુ આવી રહી હોવાનું નકારી શકાતું નથી તેમ પણ એડવોકેટ અને કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારે જણાવ્યું હતું.