વિવાદથી નિતીમાં કોઇ પરિવર્તન નહીં, પ્રાઇવસીની કોઇ પણ કિંમતમાં સુરક્ષા કરશે: વોટ્સએપ

February 19, 2021

નવી દિલ્હી- ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપએ પોતાની વિવાદાસ્પદ પ્રાઇવસી નિતીને આગળ ધપાવવાની ઘોષણાનાં કેટલાક કલાકો બાદ શુક્રવારે કહ્યું કે તે વ્યક્તિગત વાતચીતની પ્રાઇવસીની કોઇ પણ કિંમતમાં સુરક્ષા કરશે, તેણે જણાવ્યું  કે તેણે પોતાની આ પ્રતિબધ્ધતા અંગે ભારત સરકારને જણાવી દીધું છે.  


વોટ્સએપે ગયા મહિને જારી કરેલી પ્રાઇવસી નિતી અપડેટ કરતા કહ્યું હતું કે તે યુઝર્સનાં ડેટાને મુળ કંપની ફેશબુક અને ગ્રૃપની અન્ય કંપનીઓ સાથે શેઅર કરી શકે છે, ત્યાર બાદ કંપની વિવાદોમાં ઘેરાઇ ગઇ, ભારત સરકારે પણ વોટ્સએપને બોલાવીને સાવલો પુછ્યા, ત્યાર બાદ યુઝર્સ ખુબ ઝડપથી વોટ્સએપ છોડીને તેની હરિફ એપ ટેલિગ્રામ અને સિગ્નલને અપનાવવા લાગ્યા, તેનાથી મજબુર થઇને વોટ્સએપે નવી નિતી પર અમલ કરવાને નિર્ણય આગામી મે મહિના સુધી ટાળ્યો હતો. 


જો કે હવે કંપનીએ શુક્રવારે કહ્યું કે તે નવી નિતી પર અમલ કરવાની દિશામાં આગળ વધી રહી છે, વોટ્સએપએ ઇમેલ દ્વારા આપેલા એક ઇન્ટર્વ્યુંમાં કહ્યું ભ્રામક માહિતી અને યુઝર્સની પ્રતિક્રિયાનાં આધારે અમે નવી વોટ્સએપની સર્વિસ અને પ્રાઇવસી નિતીનો સ્વિકાર કરવાની સમય મર્યાદાને 15 મે સુધી ટાળી છે, આ દરમિયાન સરકાર સાથે અમે ચર્ચા કરીશું, અમને સરકારનાં સવાલોનાં જવાબ આપવાની તક મળી તે માટે અમે તેના આભારી છિએ.
વોટ્સએપે કહ્યું કે તેણે સરકાર સાથે વ્યક્તિગત વાતચીતની ગોપનીયતા અંગે તેની પ્રતિબધ્ધતા અંગે માહિતગાર કરી છે, શુક્રવારે એક બ્લોગપોસ્ટમાં વોટ્સ એપે કહ્યું કે આગામી સપ્તાહોમાં એપનું એક બેનર પ્રદર્શિત કરવામાં આવશે, જે વધુ માહિતી આપશે, યુઝર તેને વાંચી શકે છે, જો કે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તેણે તાજેતરમાં થયેલા વિવાદથી પોતાની નિતીમાં કોઇ પરિવર્તન કર્યું નથી, તેણે કહ્યું ‘અમે તેને નવું સ્વરૂપ આપ્યું છે, પરંતું સેવાની શરતો અને પ્રાઇવસી નિતી પહેલા જેવી જ રહેશે’.