કોરોના : સેન્સેક્સમાં 2650 પોઇન્ટનું ગાબડુ, Niftyમાં પણ 750 પોઇન્ટ ઘટાડો

March 12, 2020

અમદાવાદ :  વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસ પ્રબળ બનવાની સાથે અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ અમેરિકી શેરબજારમાં આજે ફરી એકવાર 877 પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. કોરોના વાઇરસના કારણે ઇટાલીનું અર્થતંત્ર ખાડે ગયાના અહેવાલો સાથે અન્ય દેશોમાં પણ પ્રતિકૂળતા પ્રબળ બની હોવાના અહેવાલોની અમેરિકી શેરબજાર ઉપર પ્રતિકૂળ અસર થવા પામી હતી.

કોરોના વાઇરસના કારણે ભારત સહિત દુનિયાભરના શેરબજારોમાં ખરાબ હાલ છે. અઠવાડિયાના ચોથા દિવસ ગુરુવારના રોજ ભારતીય શેર બજારની શરુઆત એકવાર ફરી મોટો ઘટાડા સાથે થઇ છે. ઘટાડાનો આ સિલસિલો વધચો જઇ રહ્યો છે. સવારે 11 વાગ્યા બાદ સેન્સેક્સમાં 2650 પોઇન્ટ તો નિફ્ટીમાં 750 પોઇન્ટનો ઘાટાડો જોવા મળ્યો છે.

પ્રથમ 30 મિનિટના ટ્રેડીંગમાં રોકાણકારોના રૂ. 7.51 લાખ કરોડનું ધોવાણ થયું છે. જો ફેબ્રુઆર તા.19થી બજારમાં શરૂ થયેલી મંદીમાં રોકાણકારોએ રૂ.29.08 લાખ કરોડ ગુમાવ્યા છે. નિફ્ટીના દરેક ઘટાડે નિષ્ણાતો એવી સલાહ આપી રહ્યા હતા કે 10,400 સપોર્ટ છે, 10,600 સપોર્ટ છે. નિફ્ટી 10,100ની નીચે નહિ જાય. આ બધું જ ખોટું પડ્યું છે. એક મહિનાથી ઓછા સમયમાં જ નિફ્ટી દોઢ વર્ષની નીચે. હજુ પણ ટીવી ચેનલો ઉપર કહેવાતા બજાર વિશ્લેષકો ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે.