કોરોનાના કહેર વચ્ચે IPLની પહેલી જ મેચે તોડ્યા તમામ રેકૉર્ડ, બનાવી દીધો આ અનોખો કીર્તિમાન

September 22, 2020

કોરોના કાળ દરમિયાન શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝને લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી દીધા છે. દાવો કરવામાં આવ્યો છે કે 19 સપ્ટેમ્બરના થયેલી ટૂર્નામેન્ટની પહેલી મેચને રેકૉર્ડતોડ 20 કરોડ દર્શકોએ ટીવી પર જોઇ છે, જે એક મોટો રેકૉર્ડ છે.

ઉદ્ઘાટન મેચ ક્રિકેટના એલ-ક્લાસિકો કહેનારા મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સની વચ્ચે રમાયો હતો. બીસીસીઆઈ સચિવ જય શાહે આ વાતની જાણકારી ટ્વિટર પર આપી છે. શાહે BARC ઇન્ડિયાની રેટિંગના આધારે આ વાત કહી છે. બીસીસીઆઈ સચિવ જય શાહે મંગળવારના પોતાના ટ્વીટમાં કહ્યું કે, ‘ડ્રીમ 11 આઈપીએલ ઑપનિંગ મેચે નવો રેકૉર્ડ બનાવ્યો છે. BARC અનુસાર મેચ જોવા માટે 20 કરોડથી વધારે દર્શકોએ ટ્યૂનઇન કર્યું.


ઉદ્ઘાટન મેચમાં ચેન્નઈએ મુંબઈને હરાવ્યું હતુ

તેમણે આગળ લખ્યું છે કે, ‘દેશમાં કોઈ પણ લીગની ઉદ્ઘાટન મેચનો આ સૌથી મોટો આંકડો છે. કોઈ પણ લીગને તેની પહેલી મેચમાં અત્યારે આટલી મોટી સંખ્યામાં દર્શકો નથી મળ્યા.’ ઉલ્લેખનીય છે કે આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સે સર્વાધિક 4 વખતની ચેમ્પિયન રહેલી મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી હતી.