ઈંગ્લેન્ડમાં ભારતીયોને કોરોનાથી ખતરાનો દાવો

October 18, 2020

લંડન : બ્રિટનમાં કરાયેલા એક સંશોધન મુજબ ભારતીય લોકોમાં કોરોના વાયરસથી મૃત્યુનું સૌથી વધુ જોખમ હોવાનું જાણવા મળ્યું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રહેતા ભારતીય લોકો પર આ સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીયોમાં કોરોનાનું ૫૦-૭૫ ટકા વધારે જોખમ હોવાનું જાણવા મળ્યું છે. લંડનમાં બહાર પાડવામાં આવેલા એક તાજેતરના આંકડાકીય વિશ્લેષણ મુજબ, લંડનમાં રહેતા બ્રિટિશ પુરુષો અને મહિલાઓની સરખામણીએ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વસતા ભારતીય પુરુષો અને મહિલાઓમાં કોરોનાથી મૃત્યુનું જોખમ ૫૦ થી ૭૫ ટકા વધારે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ) જેણે આ વર્ષના પ્રારંભમાં કોરોના વાયરસની અસરને લગતા સમાન વંશીય ભિન્નતાનું તારણ કાઢયું હતું. તેમણે આ અઠવાડિયે પોતાનો ડેટા અપડેટ કર્યો અને તે પણ જાણવા મળ્યું કે અસમાનતા પાછળના પરિબળોમાં જીવંત પ્રણાલી અને પ્રકૃતિ સાથે વધુ સંબંધિત હતા.
લંડનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ) ના આ અહેવાલ મુજબ, જો તમે જુલાઇ ૨૮ સુધીમાં થયેલા મૃત્યુનાં આંકડા પર નજર નાખો તો કાળા લોકો અને દક્ષિણ એશિયાના લોકોમાં કોરોનાથી મૃત્યુનું જોખમ વધારે છે. અગાઉ ૧૫ મે સુધીના મૃત્યુમાં, ઓએનએસએ સમાન આંકડાઓ મળ્યા હોવાનો દાવો કર્યો હતો. ઇર્ીૅિંફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ) ના આ અહેવાલના તારણો સૂચવે છે કે કોરોના વાયરસથી થતા મૃત્યુમાં વંશીય તફાવતો વસતી વિષયક, સામાજિક અને આર્થિક પરિબળો સાથે મજબૂત રીતે સંકળાયેલા છે. આ ઉપરાંત અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તમામ લોકોમાં કોરોના વાયરસથી મૃત્યુનું જોખમ સ્ત્રીઓમાં પુરુષો કરતા વધારે હોય છે. ચાઇનીઝ લોકો સિવાય, ગોરા લોકોમાં મૃત્યુનું જોખમ બાકીના સમુદાય કરતાં ઓછું છે. આ અહેવાલ મુજબ, કોરોનાથી મૃત્યુ પણ તમે જ્યાં રહેશો અથવા કયા વ્યવસાયમાં છો તેના પર પણ આધાર રાખે છે. અહેવાલમાં સરકાર સમર્થિત પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ) ના તારણોનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે, જેમાં વાયરસના ઘાતક અસરો વિશે વાત કરવામાં આવી છે.