દેશમાં કોરોના સંકટ હજુપણ ટળ્યું નથી : સ્વાસ્થ્ય મંત્રાલય
January 13, 2021

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વેક્સીનેશનનું અભિયાન ૧૬ જાન્યુઆરીથી શરૂ થવાનું છે. તે પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ લોકોને આ બીમારીથી સતર્ક રહેવા અને કોરોના પ્રોટોકોલનું સતત પાલન કરવાની અપીલ કરી છે. દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મંત્રાલયે કહ્યું કે, કોરોનાની સ્થિતિ સમગ્ર વિશ્વમાં ચિંતાજનક છે. ભારતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. તેમ છતાં આપણે બેદરકાર દાખવી નહીં અને સતત સાવચેત રહેવું જોઈએ. મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં પ્રતિ ૧૦ લાખ લોકો પર કોરોના સંક્રમણના હાલ ૭૫૯૩ કેસ છે. જ્યારે મોત મામલે પ્રતિ ૧૦ લાખ પર ૧૦૯ છે. દેશમાં ગત સપ્તાહ મોતનો દર ૧.૨ ટકા હતો. ભારતમાં કોરોના સંક્રમણ પર સારી સ્થિતિના કારણે અહીં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સારો સમન્વ્ય થઈ રહ્યો છે. તમામ લોકોએ આ સમન્વયને બનાવી રાખવાનો છે. મંત્રાલયએ કહ્યું કે, વેક્સીન અને દવાઓ માટે ૨૦૨૦માં ટાસ્ક ફોર્સ બનાવી હતી. આ કારણ છે કે, કોરોના વેક્સીન સામેના જંગમાં ભારત મજબૂત સ્થિતિ પર છે. દેશમાં અત્યારે કોવિશીલ્ડ અને કોવેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. આ બંને રસી તમામ માપદંડો પર ખરી ઉતરી છે. આ ઉપરાંત ઝાયડસ કડિલા વક્સીનને ફેઝ ૩ ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે અને સ્પુટનિકની ફેઝ ૩ ટ્રાયલ દેશમાં ચાલી રહી છે. તેના કારણે આગામી થોડા મહિનામાં દેશના ઘણી નવી કોરોના વેક્સીન મળી જશે.
Related Articles
ખેડૂતોના આંદોલન બાદ રાહુલ ગાંધીનું ટ્વીટ, યોગેન્દ્ર યાદવ પર લોકો ભડક્યા
ખેડૂતોના આંદોલન બાદ રાહુલ ગાંધીનું ટ્વીટ...
Jan 26, 2021
લાલ કિલ્લા ચઢેલા ખેડૂતો પર લાઠીચાર્જ કરી બહાર કઢાયા, રાજ્યમાં ઈન્ટરનેટ બંધ કરાયું
લાલ કિલ્લા ચઢેલા ખેડૂતો પર લાઠીચાર્જ કરી...
Jan 26, 2021
ખેડૂતોની રેલી હિંસક, નિહંગોએ તલવાર લઇ પોલીસવાળાઓને દોડાવ્યા, આંદોલનકારીઓએ બસોને ઉથલાવી
ખેડૂતોની રેલી હિંસક, નિહંગોએ તલવાર લઇ પો...
Jan 26, 2021
દિલ્હીમાં ઉગ્ર બન્યું ખેડૂત આંદોલન, 100 ટ્રેક્ટરો સાથે ગુજરાતના 600 ખેડૂતો પણ પહોંચ્યા
દિલ્હીમાં ઉગ્ર બન્યું ખેડૂત આંદોલન, 100...
Jan 26, 2021
રાજપથ પરેડની વચ્ચે દિલ્હી બોર્ડર પર ખેડૂત અને પોલીસ વચ્ચે સંગ્રામ, ટિયરગેસના સેલ છોડ્યા
રાજપથ પરેડની વચ્ચે દિલ્હી બોર્ડર પર ખેડૂ...
Jan 26, 2021
પબ્લિક ડે પરેડમાં રાફેલે પ્રથમ વખત ઉડાન ભરી, 55 વર્ષના ઈતિહાસમાં ચીફ ગેસ્ટ વગર રાષ્ટ્રપતિએ તિરંગો લહેરાવ્યો
પબ્લિક ડે પરેડમાં રાફેલે પ્રથમ વખત ઉડાન...
Jan 26, 2021
Trending NEWS

26 January, 2021

26 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021