કોરોના ઇફેક્ટ : રાજ્યની તમામ કોલેજોમાં 30 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ

April 11, 2021

અમદાવાદ- રાજ્યમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છએ. રાજ્ય સરકાર આ વાયરસને ફેલાતો અટકાવવા માટે પ્રાયસ કરી રહી છે અને વિવિધ પ્રતિબંઘ લગાવી રહ્યા છે. ત્યારે આજે પણ રાજ્ય સરકારે વધારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે આગામી 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ કોલેજોની અંદર ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો આદેશ આપ્યો છે.


કોરાના બેફામ બનતા તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ એટલે કે ઓફલાઇન શિક્ષણ બંધ કરાયું છે. જો કે ઓનલાઇન શિક્ષણ શરુ રહેશે. આ પહેલા ગત 18મી માર્ચે 10 એપ્રિલ સુધી રાજ્યના 8 મહાનગરોમાં ઓફલાઇન શિક્ષણ પર પ્રતિબંધ મુકાયો હતો. આ સિવાય હમણા કોર કમિટિની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે 5મી એપ્રિલથી 1થી 9ની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ કરાયું છે.