કોરોના ઈફેક્ટ, સંસદની કાર્યવાહી અનિશ્ચિત મુદત સુધી સ્થગિત

March 23, 2020

નવી દિલ્હી,  : કોરોનાના કારણે દેશના મોટા ભાગના હિસ્સામાં લોકડાઉન છે ત્યારે અત્યાર સુધી ચાલતી આવેલી સંસદની કાર્યવાહી પણ અનિશ્ચિત મુદત સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સંસદની તમામ પક્ષોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.કોરોના વાયરસના કહેરના કારણે તૃણમુલ કોંગ્રેસ અને શિવસેનાના સાંસદો આ પહેલા પણ સંસદની કાર્યવાહી બંધ કરવાની માંગણી કરી હતી.બંને પાર્ટીના સાંસદોએ બજેટ સત્રમાં સામેલ નહી થવાની પણ જાહેરાત કરી હતી.એનસીપીએ પણ સાંસદોને પોતાના વિસ્તારોમાં  રહેવાની સલાહ આપી હતી. બજેટ સત્ર 3 એપ્રિલ સુધી ચાલવાનુ હતુ પણ હવે આ કાર્યવાહી સ્થગિત થઈ ગઈ છે.કોરોના પોઝિટિવ બોલીવૂડ સિંગર કનિકા કપૂરની પાર્ટીમાં ભાજપના સાંસદ દુષ્યંતસિંહ હાજર હતા.એ પછી તેમણે સંસદમાં પણ હાજરી આપી હતી.આ મામલો બહાર આવ્યા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત કરવાની માંગણીએ વધારે જોર પકડ્યુ હતુ.