કોરોના ઈફેક્ટ: વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી કરી જાહેર

March 16, 2020

ઉત્તરાખંડ : કોરોના વાયસરની વધતી અસરને જોતા ધાર્મિક સ્થળ પણ સતર્ક થઈ ગયા છે. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચી રહેલા શ્રદ્ધાળુઓને હાથ ધોયા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. 

શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે પણ એડવાઈઝરી જાહેર કરી દીધી છે. શ્રાઈન બોર્ડે વિદેશથી આવી રહેલા શ્રદ્ધાળુઓ અથવા અપ્રવાસી ભારતીયોને ભારત પહોંચ્યા બાદ 28 દિવસ સુધી માતા વૈષ્ણો દેવી મંદિર ન આવવાની સલાહ આપી છે.

કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે સેનેટાઈઝર કરવાની સાથે સાથે પ્રતિષ્ઠાનોમાં દિવસમાં ચાર વાર સફાઈ કરવામાં આવી રહી છે. ક્યૂ કોમ્પલેક્સ, વેટિંગ હોલ, આવાસ વગેરેની સફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 

આ અંગે બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે જણાવ્યું છે કે કટારા રેલવે સ્ટેશનથી નિહારિકા કોમ્પલેક્ષ, હેલીપેડ પર હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે. જ્યાં શ્રદ્ધાળુઓ પાસે આવેદન પત્ર ભરાવવામાં આવ્યા છે અનેક જગ્યાએ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે.