કોરોના છતાં એરપોર્ટમાં એકઠા થયેલ 79 લોકો વિરૂદ્ધ કેસ દાખલ

March 17, 2020

કોચી : ઉત્તર પ્રદેશ બાદ હવે કેરળમાં કોરોના વાયરસના અનુસંધાને 79 લોકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એરપોર્ટના નિયમોનું ઉલ્લંઘન કરીને ભીડ કરનારા ચાર જ્ઞાાત અને 75 અજ્ઞાાત લોકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે જે કેરળમાં આ પ્રકારની પ્રથમ ઘટના છે. 

કેરળના કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક રિયાલિટી શોના ઉમેદવારનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને એરપોર્ટના સત્તાધીશોએ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ જાહેર કરેલો છે. આ સંજોગોમાં નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપસર ચાર જ્ઞાાત અને 75 અજ્ઞાાત લોકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક હોસ્પિટલમાં સેવા બજાવતા આરોગ્ય વિભાગના એક કર્મીએ કોરોનાવાઇરસની અફવા ફેલાવતા તેની આજે ધરપકડ કરવામાં આવી હતી અને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.મહુવામાં સીનિયર ટ્રિટમેન્ટ સુપરવાઇઝર તરીકે કોન્ટ્રાકટ બેઝ પર કામ કરનાર અનિલ ચાંક રાજ્યમાં કોવિડ-19 અંગે ખોટા સમાચારો ફેલાવતો હોવાનું અને આવા દર્દીઓની સારવાર માટે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કર્યા હોવાના ખોટા સમાચારો ફેલાવતો હતો, એમ પોલીસે કહ્યું હતું.મહુવા સર્કલના પોલીસ અધિકારી એ કહ્યું હતું કે જાહેરમાં અફવા ફેલાવવા બદલ ટાંકની ધરપકડ કરાઇ હતી.દૌસાના ચીફ મેડિકલ ઓફિસર પુરણમલ મીણાએ  કહ્યું હતું કે 'સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવાના આરોપસર એ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.