કોરોનાઃ મોદી સરકારના મંત્રી આઈસોલેશનમાં, ટેસ્ટ નેગેટિવ આવતા હાશકારો

March 17, 2020

નવી દિલ્હી : મોદી સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા સરકારે હાશકારો અનુભવ્યો છે.

અત્યાર સુધી તેઓ આઈસોલેશનમાં જતા રહ્યા હતા.14 માર્ચે તેમણે ત્રિવેન્દ્રમ ખાતે એક મેડિકલ ઈ્નસ્ટિટ્યુટમાં મિટિંગ કરી હતી. જેમાં હાજર એક ડોક્ટરને કોરોના પોઝિટિવ હોવાનુ 15 માર્ચે બહાર આવ્યા બાદ વી મુરલીધરન જાતે જ આઈસોલેશનમાં જતા રહ્યા હતા. તેમણે પોતાનુ સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલ્યુ હતુ.

આ ખબર સામે આવતા સરકારમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ હતી. જોકે તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.આમ મોદી સરકારના મંત્રીના માથેથી સંકટ ટળ્યુ છે.