કોરોનાએ વધારી કેપ્ટન કોહલીની ચિંતા, RCBનો ઓપનર અને વિસ્ફોટ બેસ્ટ થયો કોરોના સંક્રમિત

April 07, 2021

બેંગ્લોર : આઈપીએલનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ચુકયુ છે ત્યારે પહેલી જ મેચ બેંગ્લોરની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 9 એપ્રિલે રમવાની છે. એ પહેલા વિરાટ કોહલીની ચિંતામાં કોરોનાએ વધારો કર્યો છે. કારણકે આરસીબીનો વધુ એક ખેલાડી કોરોનાથી સંક્રમિત થયો છે. આ પહેલા આરસીબી ઓપનર દેવદત્ત પડીક્કલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે ડેનિયલ સેમ્સ નામના ખેલાડીને પણ કોરોનાનુ સંક્રમણ લાગ્યુ છે.  આઈપીએલમાં ડેનિયલ ચોથો ક્રિકેટર છે જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પહેલા નિતિશ રાણા, અક્ષર પટેલ અને દેવદત્ત પડીકકલ કોરોનાના સપાટામાં આવી ચુકયા છે. આઈપીએલ રમનારા ક્રિકેટરો સુધી કોરોના ના પહોંચે તે માટે ટીમોને બાયોબબલમાં રહેવાની સૂચના અપાઈ હતી. ક્રિકેટરો આ સૂચનાનુ પાલન કરી રહ્યા હોવા છતા તેમના સુધી કોરોના પહોંચી ગયો છે. ડેનિયલ સેમ્સને હાલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે.જ્યાં ડોક્ટરો તેની તબિયત પર નજર રાખી રહ્યા છે.