ઈંગ્લિશ પ્રીમિયર લીગના છ વ્યક્તિઓને કોરોનાનો ચેપ

May 20, 2020

નવી દિલ્હીઃ ઈંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલના અધિકારીઓએ કરેલા કોરોના વાઈરસના ચેપના પરિક્ષણમાં વ્યક્તિઓના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. વ્યક્તિઓ ખેલાડીઓ કે કલબના ઓફિસિઅલ્સ હોઈ શકે. જોકે અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી. પ્રીમિયર લીગ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે, જેના કારણે કુલ ૭૪૮ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. લીગના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, જે લોકોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે, તેઓ આગામી સાત દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહેશે. ઈંગ્લિશ પ્રીમિયર લીગે તમામ કલબોને નાના-નાના ગૂ્રપમાં પ્રેક્ટિસ કરવાની છૂટ આપી છે. કોવિડ-૧૯ના પગલે પ્રીમિયર લીગને માર્ચ મહિનામાં સ્થગિત કરવામાં આવી હતી. જેને હવે જુન મહિનામાં ફરી શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. જેના કારણે હાલમાં પ્રકારે ટેસ્ટિંગ કરાવવામાં આવી રહ્યું છે. જર્મનીએ તારીખ ૧૬મી મે થી તો બુન્દેશલીગા શરૂ કરી દીધી છે. જર્મનીની ટોચની લીગે સિઝનની પુનઃ શરૂઆત કરાવતા પહેલા ,૭૦૦ ટેસ્ટ કરાવ્યા હતા, જેમાંથી ૧૦ ટેસ્ટના પરિણામ પોઝિટીવ આવ્યા હતા. પછી તેઓએ સલામત વાતાવરણમાં ફરી લીગ શરૂ કરી છે. જે અંતર્ગત સ્ટેડિયમમાં પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવતો નથી.