કેનેડાનાં ક્યૂબેકમાં પુરુષો કરતાં સ્ત્રીઓ માટે કોરોના વધુ જોખમી

May 17, 2020

  • મહિલાઓને ૫૯. ટકા કોરોના વાઈરસની અસર થઈ, ૫૪ ટકા મોતને ભેટી
  • ક્યૂબેક નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થ ખાતાએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો

ક્યૂબેક : એક સત્તાવાર અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, કોરોના વાઈરસ પુરુષો કરતા સ્ત્રીઓ માટે વધુ જોખમકારક છે. અન્ય દેશો કરતા કેનેડાનાં ક્યૂબેકમાં કોરોના વાઈરસનો ચેપ ઝડપથી લાગે છે. મહિલાઓને ૫૯. ટકા કોરોના વાઈરસની અસર થઈ હતી અને ૫૪ ટકાનાં મોત થયા હતાં એમ ક્યૂબેક નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થ ખાતાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુંસંસ્થાએ કહ્યુ હતું કે, ક્યૂબેકમાં કોરોના વાઈરસનાં પોઝિટિવ કેસ ૩૬,૯૮૬ હતા. તેમાંથી ,૭૮૦ના મૃત્યુ થયાં હતાં. પુરુષો કરતા મહિલાઓને કોરોના વાઈરસની વધુ અસર શા માટે થાય છે બાબતે ઇન્સ્ટિટયુટે જણાવ્યુ નહોતુ.

૮૦થી ૮૯ વર્ષની વય જૂથનાં ૪૦ ટકા, ત્યારબાદ ૯૦ અને તેથી વધારે વર્ષની વય જુથનાં ૩૩. ટકા લોકોના મૃત્યુ થયા હતાઇન્સ્ટિટયૂટે જણાવ્યુ હતું કે, ક્યૂબેકમાં મુળ રહેવાસીઓના મોતનું પ્રમાણ પ્રતિ મિલિયને ૩૨૬નું રહ્યુ હતું. જ્યારે સ્પેનમાં ૫૬૬, ઇટાલીમાં ૫૦૦ અને યુનાઈટેડ કિંગડમમાં ૪૬૫ મોતનું પ્રમાણ રહ્યુ હતુંજ્યારે સમગ્ર કેનેડાનો મૃત્યુનો આંક ૧૨૪ રહ્યો હતો.