કોરોનાઃ અમેરિકા માટે આગામી સપ્તાહ 9/11 જેવુ સાબિત થશે

April 06, 2020

નવી દિલ્હી : અમરેકા હવે કોરોના વાયરસનો નવો ગઢ બની ચુક્યુ છે. અમેરિકામાં રોજે રોજ લોકોના મોતનો સીલસીલો અટકવાનુ નામ નથી લઈ રહ્યો.

આ સંજોગોમાં અમેરિકાના સર્જન જનરલ જેરોમ એડમ્સે આગાઈ કરતા કહ્યુ હતુ કે, આગામી સપ્તાહ અમેરિકા માટે 9/11 અને પર્લ હાર્બર જેવુ સાબિત થશે. જેનો અર્થ એવો થાય કે આગામી સપ્તાહમાં અમેરિકા પર થયેલા 9-11 હુમલામાં કે બીજા વિશ્વયુધ્ધ વખતે પર્લ હાર્બર પર થયેલા હુમલામાં જેટલા લોકોના મોત થયા હતા તેના કરતા પણ વધારે લોકોના મોત આ એક સપ્તાહમાં કોરનાના કારણે થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોનાના કારણે 3 લાખ લોકોને ચેપ લાગી ચુક્યો છે અને 8500 જેટલા લોકોના મોત થયા છે. જેમાંથી 3500 જેટલા લોકોના મોત એકલા ન્યૂયોર્ક રાજ્યમાં થયા છે.

એડમ્સે કહ્યુ હતુ કે, અમેરિકા માટે આાગામી સપ્તાહ પર્લ હાર્બર સાબિત થશે.બસ ફરક એટલો જ છે કે , આ માત્ર એક જગ્યા પૂરતુ નહી પણ આખા દેશમાં હશે. હું ઈચ્છુ છું કે દેશ આ વાતને સમજે. મોટાભાગની લોકોને વાયરસની મધ્યમ અથવા હળવી અસર થાય છે. જે બે ત્રણ સપ્તાહમાં ઠીક થઈ જાય છે. ખાસ કરીને ઘરડા લોકો જોખમનો સામનો કરી રહ્યા છે.

એડમ્સે કહ્યુ હતુ કે, અમેરિકામાં 90 ટકા લોકો જાતે જ પોતાની જવાબદારી સમજી રહ્યા છે. બીજી તરફ અમેરિકાના કેટલાક રાજ્યો હજી પણ લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ આપવાની ના પાડી રહ્યા છે.