મુંબઈ બાદ હવે બિહારમાં કોરોનાના દર્દીનુ મોત, દેશમાં કુલ 6 લોકો મોતને ભેટ્યા

March 22, 2020

પટના: વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. મુંબઈ બાદ પટણામાં પણ એક કોરોના પોઝિટિવ દર્દીનુ મોત થયુ છે. મળતી વિગતો પ્રમાણે આ વ્યક્તિ કતારથી પાછો ફર્યો હતો. તેને કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થયુ હતુ.એ પછી તેને પટણાની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

મોતને ભેટેલા દર્દીની વય 38 વર્ષ હોવાનુ જાણવા મળ્યુ છે. આ વ્યક્તિનુ કોરોના સેમ્પલ પોઝિટિવ આવ્યુ હતુ.આમ મુંબઈ બાદ બિહારમાં પણ કોરોનાના કારણે દર્દીનુ મોત થયા બાદ દેશમાં કોરોનાના કારણે મોતને ભેટેલા વ્યક્તિઓનો આંકડો 6 પર પહોંચ્યો છે.