ઓડિશામાં ઈટલીથી આવેલા વ્યક્તિનો કોરોના પોઝીટિવ, ભારતમાં 112 કેસ

March 16, 2020

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસના 112 કેસ નોંધાયા છે જ્યારે 2ના મોત નીપજ્યા છે. કેન્દ્ર સરકારની સાથે-સાથે રાજ્ય સરકાર પણ વાયરસના ખાત્મા માટે સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે. 

ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી સતર્કતા વધારવામાં આવી રહી છે. આ સિવાય એક ડઝનથી વધારે રાજ્યોએ થિયેટર, સ્કુલ, કોલેજને બંધ કરી દીધા છે. 

રવિવારે PM મોદીએ કોરોના વાયરસ સામે લડવા સાર્ક દેશોને એક સાથે કર્યા અને સાથે મળીને એક્શન પ્લાન બનાવ્યો. દુનિયામાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 6000થી વધારે લોકોના મોત નીપજ્યા છે.

ઓડિશામાં પણ કોરોના વાયરસનો એક કેસ નોંધાયો છે. આ વ્યક્તિ ઈટાલીથી પાછો ફરી હતી. જે બાદ તેણે દિલ્હી ભુવનેશ્વર સુધી ટ્રેનમાં મુસાફરી કરી. દર્દી  ભુવનેશ્વરના હોસ્પિટલમાં દાખલ છે.