દેશમાં અત્યાર સુધીમાં 3 લાખ 81 હજાર લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી, 580માં સાઇડ ઇફેક્ટ
January 18, 2021

સોમવારે પાંચ વાગ્યા સુધીમાં 1,48,266 લોકોને કોરોના રસી લગાવવામાં આવી
સાઇડ ઇફેક્ટ જોવા મળતા 7 સાત લોકો હોસ્પિટલમાં દાખલ
નવી દિલ્હી- દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. સોમવારે કોરોના રસીકરણ અભિયાનનો ત્રીજો દિવસ હતો. દેશમાં અત્યાર સુધીમાં લાખો લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી છે. આ ત્રણ દિવસમાં કોરોના વેક્સિનેશનનો કુલ આંક 3 લાખ 81 હજારને પાર પહોંચ્યો છે. સોમવારની વાત કરે તો જે સાંજે પાંચ વાગતા સુધીમાં દેશભરમાં 1,48,266 લોકોને કોરોના રસી લગાવવામાં આવી છે.
દેશમાં શરુ થેયલા કોરોના રસીકરણ અભિયાન સફળ છે. સૌથી મહત્વની વાત છે કે કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટના કેસ નગણ્ય છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ આંકડાઓ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં કરોના રસીના કારણે સાઇડ ફેક્ટના 580 કેસ સામે આવ્યા છે. જેમાંથી સાત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બાકીના લોકોમાં હળવી સાઇડ ઇફેક્ટ જોવા મળી છે. તો આ તરફ ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની અંદર કોરોના વેક્સિન લીધા બાદ બે લોકોના મોત પણ થયા છે. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ મોતને કોરોના વેક્સિન સાથે કોઇ સંબંધ નથી. રાજ્યવાર આંકડાની વાત કરે તો સોમવારે આંધ્ર પ્રદેશમાં 9758, અરુણાચલ પ્રદેશમાં 1054, અસમમાં 1872, બિહારમાં 8656, છત્તીસગઢમાં 4459, દિલ્હીમાં 3111, હરિયાણામાં 3446, હિમાચલ પ્રદેશમાં 2914, જમ્મુ કાશ્મીરમાં 1139, ઝારખંડમાં 2687, કર્ણાટકમાં 36888 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.
Related Articles
ફરિદાબાદમાં ગાયનાં પેટમાંથી 71 કિલો પ્લાસ્ટિક કચરો નિકળ્યો, પ્રેગનન્ટ ગાય અને વાંછરડાનું થયું મોત
ફરિદાબાદમાં ગાયનાં પેટમાંથી 71 કિલો પ્લા...
Mar 05, 2021
રામ મંદિર નિર્માણ:70 એકર નહિ હવે 107 એકરમાં થશે રામ મંદિર પરિસર, ટ્રસ્ટે ખરીદી જમીન
રામ મંદિર નિર્માણ:70 એકર નહિ હવે 107 એકર...
Mar 04, 2021
કોરોના દેશમાં:24 કલાકમાં 18 રાજ્યોમાં સાજા થનાર કરતા નવા દર્દીઓની સંખ્યા વધારે, આજે કેજરીવાલે પણ લીધી વેક્સિન
કોરોના દેશમાં:24 કલાકમાં 18 રાજ્યોમાં સા...
Mar 04, 2021
પોલીસે સર્ચ-ઓપરેશન પૂરું કર્યું, ફોન કરી બોમ્બ મૂકવાની ધમકી આપનારની ઓળખ કરાઈ
પોલીસે સર્ચ-ઓપરેશન પૂરું કર્યું, ફોન કરી...
Mar 04, 2021
ચૂંટણી પંચે પેટ્રોલ પંપો પરથી 72 કલાકમાં PMની ફોટોવાળા હોર્ડિંગ હટાવવાનું કહ્યું; વેક્સિનેશન સર્ટિફિકેટ પર મોદીની ફોટો પર TMCને વાંધો
ચૂંટણી પંચે પેટ્રોલ પંપો પરથી 72 કલાકમાં...
Mar 04, 2021
RSS દેશભક્તિની સૌથી મોટી પાઠશાળા, રાહુલને સમજતા વાર લાગશે, ભાજપનો પલટવાર
RSS દેશભક્તિની સૌથી મોટી પાઠશાળા, રાહુલન...
Mar 03, 2021
Trending NEWS

04 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021