સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ માટે કોરોના વાયરસ બન્યો આશિર્વાદ

September 15, 2020

વિશ્વભરમાં ભલે કોરોનાની વિપરીત અસર પડી છે. પરંતુ સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ માટે જાણે આશિર્વાદ સમાન રહી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં કેદીઓની પોતાના પરિવાર સાથે ઈ-કોલીંગ એટલે કે વીડિયો કોલથી મુલાકાત કરવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ હવે આ ઓનલાઈન કોલિંગ જેલ પ્રશાસન દ્વારા કાયમી કરી કરી દેવાની યોજના થઈ રહી છે.


જાન્યુઆરી 2020થી સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જેલના કેદીઓની પરિવાર સાથે રૂબરૂ મુલાકાત બંધ કરી ઓનલાઈ મુલાકાત પર ભાર મુકવામાં આવ્યો હતો. જાન્યુઆરીથી શરૂ થયેલા આ પ્રયોગમા કેદીઓ દિવસે ને દિવસે કેદીઓ તેનો વધુ ઉપયોદ કરવા લાગ્યા. સાબરમતી સેન્ટ્રલ જેલમાં 6 વીડિયો કોન્ફરન્સ રૂમ બનાવાયા છે જેમાં કેદીઓ આ ઓનલાઈન મુલાકાતનો લાભ લઈ શકે છે.


સામાન્ય રીતે જેલમાં કેદીઓ પરિવાર સાથે રૂબરુ મુલાકાત કરવાનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ તેની કેટલીક મર્યાદા છે. જેમા એક કેદીને 20 મિનિટમાં પરિવારના માત્ર 5 સભ્યો જ મળી શકે છે. અને તેમાં પણ સારી રીતે વાત થતી નથી. કારણ કે બન્નેની વચ્ચે લોખંડની જાળીઓ હોય છે. પરંતુ વીડિયો કોલમાં પરિવારના તમામ સભ્યો એક સાથે વાત કરી શકે છે. અને તેમાં પણ ખાસ કરી નાના બાળકો અને સિનિયર સીટીઝન કે જે જેલમાં રૂબરૂ નથી આવી શકતા. ઉપરાંત પરિવારને પણ આર્થિક બોજો નથી પડતો. માટે કેદીઓ સામેથી આ સેવાને અવિરત ચાલુ રાખવા તંત્રને રજૂઆત કરી રહ્યા છે.


વીડિયો કોલિંગ એટલે કે કેદીની પરિવાર સાથે ઈ-મુલાકાત જેલ પ્રશાસન માટે પણ જરૂરી છે. કારણ કે કેદીની તમામ વાતો રેકોર્ડ થઈ શકે છે. ઉપરાંત કેદીના જેલની બહાર લાવવો કે લઈ જવો પડતો નથી. કેદી સીધી રીતે અન્ય કેદી કે કોઈના સંપર્કમા આવી શકતો નથી. જેથી જેલ તંત્ર પણ ઈ-મુલાકાત માટે અલગથી તમામ વ્યવસ્થા કરી રહી છે. અને તેને કાયમી ધોરણે ચાલુ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.