કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાંથી લીક થયો હોવાની સંભાવના - US રિપોર્ટ

June 08, 2021

નવી દિલ્હી- વર્ષ 2020 ની શરૂઆત કોરોના વાયરસ (COVID 19 Virus) જેવી ખતરનાક રોગચાળા સાથે થઈ. જેણે આજે લગભગ આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઇ લીધી છે અને કરોડો લોકોનાં જીવ લઇ ચુક્યો છે. પરંતુ હજી સુધી તે ખાતરીપુર્વક જાણી શકાયું નથી કે આ વાયરલ ક્યાંથી આવ્યો? કારણ કે કોરોના વાયરસનો પ્રથમ કેસ ચીનના વુહાનમાં જોવા મળ્યો હતો, તેથી જ અહીંની લેબ શરૂઆતથી જ શંકાસ્પદ રહી હતી. પરંતુ હવે અમેરિકાના એક મિડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે ચીનની વુહાન સ્થિત લેબમાંથી જ વાયરસ લિક થયો હોય તેવી સંભાવના છે.
અમેરિકાએ કોરોના વાયરસની ઉત્પતિ પર રિસર્ચ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન મે 2020માં કેલોફોર્નિયામાં લોરન્સ લિવરમોર નેશનલ લેબોરેટરીમાં કર્યું હતું.

જ્યાં અમેરિકાની સરકારની રાષ્ટ્રીય પ્રયોગશાળાએ કોવિડ-19ની ઉત્પતિ પર એક રિપોર્ટ તૈયાર કર્યો અને નિષ્કર્ષ પર આવ્યા કે વુહાનમાં એક ચીની પ્રયોગશાળામાંથી જ કોરોના વાયરસ લીક થયો છે. જો કે તેમાં પણ આગળ વધુ તપાસ કરાવવાની વાત કહેવામાં આવી છે. જાણકારી અનુસાર લોરેન્સ લિવરમોર લેબનું રિસર્ચ કોવિડ 19 વાયરસના જીનોમિક વિશ્લેષણ પર આધારિત છે. જ્યારે રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું છે કે તેમણે વિતેલા મહિને પોતાના સહયોગીએને વાયરસની ઉત્પતિનો જવાબ શોધવા માટે આદેશ આપ્યો હતો, ત્યાર બાદ અમેરિકાની ગુપ્તચર એજન્સી બે સંભવિત પરિદ્રશ્યો પર વિચાર કરી રહી છે કે વાયરસ એક લેબથી લીક થયો છે કે પછી એક સંક્રમિત જાનવરની સાથે માનવ સંપર્કથી ફેલાયો છે.