કોરોના વાયરસ: વુહાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વધું એક વિમાન મોકલશે સરકાર

February 17, 2020

બિજિંગ : કોરોના વાયરસની મહામારી સામે ઝઝુમી રહેલા હુબેઈ પ્રાંતમાં ફસાયેલા ભારતીયો માટે એક સારા સમાચાર છે. ચીનની રાજધાની બિજિંગ સ્થિત ભારતીય એમ્બેસીએ કહ્યું છે કે, ભારત સરકાર જલ્દી જ એક પ્લેન મોકલનાની છે જેનાથી વુહાન કે હુબેઈમાં રહેતા ભારતીયો પરત ભારત આવી શકે છે.

એમ્બેસીએ ટ્વીટ કર્યું કે, ચીનને COVID-19 મહામારી સામે લડવામાં મદદ માટે ભારત આ અઠવાડિયાના અંતમાં વુહાન માટે એક રિલિફ ફ્લાઈટ પર મેડિકલ સામગ્રીના જથ્થા સાથે મોકલશે. વુહાન/હુબેઈમાં રહેતા ભારતીયો જે પરત આવવા માંગે છે તે આ પ્લેનમાં આવી શકે છે. સીટો સિમિત સંખ્યામાં છે.

એમ્બેસીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, ઘણાં ભારતીય છે જે પરત ભારત આવવા માંગે છે અને તેઓ છેલ્લા 2 અઠવાડિયાથી બિજિંગમાં સ્થિત ભારતીય દુતાવાસના સંપર્કમાં છે. જે ભારતીય નાગરિક જે વુહાન/હુબેઈમાં છે અને આ ફ્લાઈટમાં ભારત આવવા માંગે છે તેઓ +8618610952903 અને +8618612083629 પર 17 ફેબ્રુઆરી 2020ના રોજ સાંજે 7 વાગ્યા પહેલા સંપર્ક કરી શકે છે. આ સિવાય સાંજે 7 વાગ્યા સુધીમાં helpdesk.beijing@mea.gov.in પર ઈ-મેલ પણ કરી શકે છે.