કોરોના વાયરસથી ભારતમાં સૌપ્રથમ મોત

March 12, 2020

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસના સંક્રમણથી પ્રથમ મોતનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે કર્ણાટકના કુલબુર્ગીમાં 76 વર્ષીય વ્યક્તિનું કોરોના સંક્રમણથી મોત થયું છે. જોકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી હાલ આ કેસની સત્તાવાર પૃષ્ટી કરવામાં આવી નથી.

મૃતક વ્યક્તિ જાન્યુઆરીમાં સાઉદી અરબ ગયો હતો અને 29 ફેબ્રુઆરીએ ત્યાંથી પરત ફર્યો હતો. પાછા ફર્યા પછી તાવની ફરિયાદ હતી.

પરિવાર અને ડોક્ટરમી સલાહ પર 9 માર્ચે સારવાર માટે હૈદરાબાદ ગયા હતા. આ પછી વ્યક્તિનું મોત થયું છે. 76 વર્ષીય દર્દીને કોરોનાથી સંક્રમિત હોવાની શંકા હતા. તપાસ પછી કોરોનાના સંક્રમણની પૃષ્ટિ થઈ હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે પુષ્ટિ કરી હતી કે દેશમાં કોરોના વાયરસના 73 કેસ છે. જેમાંથી 56 ભારતીય અને 17 વિદેશી છે. નોંધનીય છે કે દુનિયાભરમાં અત્યારસુધી કોરોના વાયરસના 1,21,654 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. કોરોના વાયરસ અંગે કેન્દ્ર સરકારે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરી છે. 

બીજી તરફ વડાપ્રધાન મોદીએ લોકોને અપીલ કરી છે કે કોરોના વાયરસથી ડરશો નહીં. સાથે જ પીએમ મોદીએ વાયરસને ફેલાતો રોકવા માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે.

તેમણે જાહેરાત કરી છે કે હાલ કોઈ પણ મંત્રી વિદેશ પ્રવાસે નહીં જાય. સાથે જ લોકોને પણ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે, તેમજ ભીડવાળી જગ્યાઓ પર ન જવાની પણ સલાહ આપી છે.