કોરોના વાઈરસ: કેન્દ્ર સરકારના કોઈ મંત્રી વિદેશ નહી જાય

March 12, 2020

નવી દિલ્હી : દેશમાં વધી રહેલા કોરોના વાઈરસના કેસોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકોએ ડરવું જોઈએ નહી પરંતુ સાવચેતી રાખવી જોઈએ. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, લોકો ડરે નહી પરંતુ સાવચેતી રાખે. વડાપ્રધાને કહ્યું કે,  સરકારના કોઈ પણ મંત્રી આવનારા દિવસોમાં વિદેશ નહી જાય. હું દેશવાસીઓને અપીલ કરું છું કે બિન જરૂરી પ્રવાસથી કરવો નહી. આપણે તેને ફેલાતો રોકી શકીએ છીએ અને ભીડથી બચીને પણ તમામ સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે.

બીજી બાજુ સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી. મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, દેશભરમાં કોવિડ-19ની તપાસની પુરતી સુવિધા ઉપલબ્ધ છે. ભારતમાં કોરોના વાઈરસના 13 નવા કેસો સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે આ જાણકારી આપી. 13 નવા કેસોમાંથી 9 મહારાષ્ટ્રમાંથી એક-એક કેસ દિલ્હી, લદ્દાખ અને ઉત્તરપ્રદેશથી સામે આવ્યો છે જ્યારે એક વિદેશી નાગરિક પણ તેનાથી સંક્રમિત થયો છે.