વાતચીતથી ફેલાતા કોરોના વાઈરસના કણો 14 મિનિટ સુધી હવામાં રહે છે

May 21, 2020

ન્યૂયોર્ક, : અમેરિકાની નેશનલઈન્સ્ટીટયૂટ ઓફ હેલ્થના વૈજ્ઞાનિકોના નવા સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે,વાતચીત કરવાથી મ્હોંમાંથી ફેલાતા કોરોના વાઈરસના સૂક્ષ્મકણો હવામાં આઠ થી ૧૪ મિનિટસુધી ફેલાયેલા રહે છે. આ સમય સૌથી જોખમી છે. જો કોરોના વાઈરસનો ચેપ ધરાવતો વ્યક્તિમાસ્ક વિના વાતચીત કરે તો આસ-પાસના લોકોમાં ચેપ ફેલાવાનો ભય રહેલો છે.

વૈજ્ઞાાનિકો જણાવેછે કે, જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરવા સૌથી વધુ સાવધાન રહેવાની જરુર છે કારણ કેતે દરમિયાન ચેપ ફેલાવાનું સૌથી વધુ જોખમ રહેતું હોય છે. આ ઉપરાંત હવા-ઉજાસ વિનાનાઓરડામાં પણ ચેપ ફેલાવાની સંભાવના વધી જાય છે. અત્યાર સુધી એવુંમનાતું હતુ કે, ખાંસી કે છીંક ખાવાથી જ કોરોનાવાઈરસનો ચેપ ફેલાઈ શકે છે, પણ હવેનવા સંશોધનના પરિણામો દર્શાવે છે કે, ચેપ ધરાવતી વ્યક્તિ સાથે વાતચીત કરવાથી પણ વાઈરસફેલાઈ શકે છે. 

સંશોધન કરનારા વૈજ્ઞાાનિકોએ ઉમેર્યું કે, જ્યારે વ્યક્તિ વાતચીત કરે છે, જ્યારેમ્હોંમાંથી હજ્જારો સૂક્ષ્મકણો હવામાં પ્રસારિત થાય છે. હવે જો વાતચીત કરનારીવ્યક્તિને કોરોનાનું સંક્રમણ હોય તો તેની વાતચીત થકી કોરોનાવાઈરસ ફેલાઈ શકે છે.મોટો અવાજ ધરાવતાવ્યક્તિઓ થકી હવામાં વધુ પ્રમાણમાં સૂક્ષ્મકણો ફેલાતા હોવાથી તેઓ દ્વારા આ વાઈરસનોમોટાપાયે પ્રસાર થવાની શક્યતા પણ નકારી શકાય નહી. 

હવામાં સૂક્ષ્મકણો કેટલો સમય ટકીરહેશે તેનો આધાર બોલનાર વ્યક્તિની ઊંમરની સાથે સાથે તેનું મ્હોં કેટલું સૂકું છે,તેના પર પણ રહેલો છે. પ્રિન્સેટન યુનિવસટી, યુસીએલએ અને નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ હેલ્થદ્વારા ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ સાયન્સમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છેકે, પોસ્ટ એરોસોલિઝાટીઓન એટલે સૂક્ષ્ણકણોના હવામાં પ્રસાર બાદ તે હવામાં ત્રણ કલાકસુધી પણ ટકે તેવી શક્યતા છે. બેઇજિંગની એકેડમીઓફ મિલિટરી મેડિકલ સાયન્સના સંશોધકોની ટીમે જણાવ્યું હતુ કે, હવામાં પ્રસરેલાસૂક્ષ્મકણો થકી કોરોના વાઈરસ ૧૩ ફિટ સુધી પ્રસરી શકે છે. મોટાભાગના દેશોએ સોશિયલડિસ્ટન્સિંગ માટે છ ફિટના અંતરની ભલામણ કરી છે. જોકે બેઇજિંગના સંશોધન પ્રમાણે તેપુરતી લાગતી નથી.