કોરોના વાઇરસ : વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશનો પ્રવાસ રદ્દ કર્યો

March 09, 2020

ઢાકા : કોરોના વાઇરસના પ્રકોપને લઇને બાંગ્લાદેશની સરકારે શેખ મુજીબુર્રહમાન શતાબ્દી સમારોહ રદ્દ કરી નાખ્યો છે. આ સમારોહમાં હાજરી આપવા વડાપ્રધા નરેન્દ્ર મોદી પણ ઢાકા જવાના હતા.

સમારોહના આયોજક કમાલ અબ્દુલ ચૌધરીએ કહ્યું કે કોરોના વાઇરસના કારણે જનાતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. મોટાપાયે આયોજિત આ કાર્યક્રમને હાલ પુરતો અમે ટૂંકાણમાં આયોજન કરવાનો નિર્ણય લીધો છે. 17 માર્ચના રોજ આયોજિત આ કાર્યક્રમ અમે ફરીથી રીડિઝાઇન કર્યો છે. આ ઉત્સવ વર્ષભર ચાલશે માટે વર્ષના અંતમાં વિદેશી મહેમાનો ફરી આ કાર્યક્રમમાં હાજરી લઇ શકશે.

ઉલ્લેખનીય છે કે આ પ્રથમ ઘટના નથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોરોના વઇરસના કારણે કોઇ ક્રાર્યક્રમ રદ્દ કર્યો હોય. આ પહેલા બ્રસેલ્સમાં આયોજિત યુરોપિયન યુનિયન સમેલન, હોળી ઉત્સવ જેવા કાર્યક્રમમાં જવાનું ટાળ્યું છે.