શિયાળામાં પ્રદૂષણને કારણે કોરોના વધુ જોખમી બનશેઃ આરોગ્ય નિષ્ણાંત

October 17, 2020

નવી દિલ્હીઃ ઠંડીમાં પ્રદૂષણ વધે છે સામાન્ય વાત છે પણ વખતે કોરોના મહામારીને કારણે પ્રદૂષણ વધારે મુશ્કેલી ઉભી કરશે તેવું નિષ્ણાતોનું માનવું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પ્રદૂષણને કારણે કોરોનાની વધુ અસર જોવા મળી શકે છે અને કોરોનાના દર્દીઓની મુશ્કેલીઓ વધી શકે છેપયરવરણ અને આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જે લોકો કોરોનામાંથી મુક્ત થયા છે તેમણે વધારે ધ્યાન રાખવાની જરૂર છે. પ્રદૂષણને કારણે આવા લોકોને ફરીથી સંક્રમણ થવાની શક્યતા રહેલી છે. િનષ્ણાતોના જણાવ્યા અનુસાર પ્રદૂષણને કારણે ફેફસામાં ન્યૂમોનિયા જેવી સમસ્યા સર્જાઇ શકે છે. પર્યાવરણ માટે કામ કરતી એક સંસૃથા સાથે સંકળાયેલા અવિનાશ ચાંચલના જણાવ્યા અનુસાર એવા પૂરતા પુરાવા છે જેના પરથી સાબિત થાય છે કે વાયુ પ્રદૂષણને કારણે વાયરલ ઇન્ફેકશનનું પ્રમાણ વધે છે અને તેના ફેલાવવાનો દર પણ વધે છેઉલ્લેખનીય છે કે દર વર્ષે શિયાળાની ઋતુમાં ઠંડી અને પ્રદૂષણનું પ્રમાણ વધે છે ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીની સાથે પ્રદૂષણનું પ્રમાણ વધારે જોવા મળે છે.