કોરોનાથી મૃત્યુને ભેટેલા દર્દીના પરિવારને મળશે 50 હજારનું વળતર

May 19, 2021

દિલ્હીમાં કોરોના મહામારીમાં પોતોના પરિજનોને ગુમાવનાર પરિવારો માટે સીએમ અરવિંદ કેજરીવાલે મોટી ઘોષણા કરી છે. તેમણે એલાન કર્યું છે કે, પ્રત્યેક કોરોના મૃતકના પરિવારને સરકાર તરફથી 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ વળતરથી પરિજનોને પાછા લાવી શકાય નહી પરંતુ સંકટ સામે ઝઝૂમી રહેલા પરિજનોને થોડી મદદ જરૂરથી મળશે. તેમણે કહ્યું કે, કોરોના મહામારીમાં પોતાના માતા-પિતા અથવા કમાનાર પરિજનને ગુમાવનાર બાળકોનો અભ્યાસ અને પોલનપોષણનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે. ત્યાં જ દિલ્હીમાં કોરોના વાયરસના દર્દીઓની નવી સંખ્યામાં ધીરે-ધીરે ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેથી સરકારને પણ થોડો રાહતનો શ્વાસ મળ્યો છે.
દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, ગત 24 કલાકમાં કોરોનાના 4482 નવા મામલા સામે આવ્યા છે. ત્યાં જ પહેલાથી ભર્તી 9403 લોકો સ્વસ્થ થઇને પોતાના ઘરે ગયા છે. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં 265 લોકોનું કોરોનાથી મોત થયુ છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર દિલ્હીમાં હવે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 14 લાખ 2 હજાર 873 થઇ ગઇ છે. ત્યાં જ સ્વસ્થ થનાર લોકોની સંખ્યા 13 લાખ 29 હજાર 899 થઇ ગઇ છે. આ બીમારીથી શહેરમાં અત્યાર સુધીમાં 22 હજાર 111 લોકોના મોત નિપજ્યા છે. દિલ્હીમાં હાલમાં 50 હજાર 863 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાથી 31,197 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.