કોરોનાની અસર: IPLની બાકી મેચો હવે આ શહેરમાં રમાઇ શકે, શેડ્યુલમાં થશે મોટા ફેરફારો!

May 04, 2021

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની મેચ હાલ દિલ્હી અને અમદાવાદમાં રમાય રહી છે. આ બંને શહેરોમાં કોવિડ-19ના કેસ સતત વધતા જઇ રહ્યા છે. એવામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઇપીએલને મુંબઇમાં શિફ્ટ કરવાનો વિચાર કરી રહ્યું છે. આ સપ્તાહના અંતે આમ કરી શકાય છે.

જો આમ થયું છે તો આઇપીએલના શેડ્યુલમાં ઘણા ફેરફાર કરવા પડી શકે છે. તેનો અર્થ એ કે કેટલાંય ડબલ હેડર વધી શકે છે. તેની સાથે જ આઇપીએલની ફાઇનલ જો મેના અંતમાં રમાવાની છે તે પણ જૂનના પહેલાં સપ્તાહ સુધી પાછી ઠેલાય શકે છે.

ઇએસપીએન ક્રિકઇન્ફોના સમાચાર પ્રમાણે બીસીસીઆઈ માટે IPLને મુંબઇ લઇ જતા સમયે બાયો-બબલ તૈયાર કરવો સૌથી મોટો પડકાર છે. તેમાં આઠ ટીમો માટે હોટલ શોધવી અને સ્ટેડિયમ્સને તૈયાર કરવાનું સામેલ છે. સારી વાત એ છે કે જ્યાં સુધી મેચ ફિટનેસની વાત છે મુંબઇમાં હાલ ત્રણ સ્ટેડિયમ- વાનખેડે, ડિવાઇ પાટીલ અને બ્રાબોનને એપ્રિલમાં આઇપીએલના પહેલાં તબક્કા માટે ઉપયોગ કરાયું હતું. મળતી માહિતી પ્રમાણે BCCIએ મુંબઇમાં કેટલીય હોટલોને ફોન કરીને એ માહિતી એકત્રિત કરી છે કે શું તેઓ ટીમો માટે બાયો-બબલ તૈયાર કરવાના દિશા-નિર્દેશોનું પાલન કરવામાં સક્ષમ છે.

તેનો અર્થ એ છે કે BCCI પોતાના જૂના બે વેન્યુ પ્લાન પર પાછી ફરી. તેમાં મુંબઇને મુખ્ય આયોજન સ્થળ બનાવાશે. 7મી માર્ચના રોજ રજૂ કરાયેલા આઇપીએલ શેડ્યુલમાં છ મેદાન અમદાવાદ, બેંગ્લુરૂ, ચેન્નાઇ, કોલકત્તા, દિલ્હી અને મુંબઇ સામેલ હતું. ચેન્નાઇ અને મુંબઇમાં પહેલાં તબક્કા માટે મેચ રમાઇ અને હવે બીજા તબક્કાની મેચ અમદાવાદ અને દિલ્હીમાં રમાય રહી છે. જ્યારે આઇપીએલની શરૂઆત થઇ ત્યારે મુંબઇની સ્થિતિ ખૂબ ખરાબ હતી. પરંતુ હવે ત્યાં સ્થિતિ સારી થતી દેખાય રહી છે. મુંબઇમાં સોમવારે 2662 કેસ સામે આવ્યા જે 17મી માર્ચ બાદ સૌથી ઓછા છે. 4 એપ્રિલના રોજ ત્યાં 11163 કેસ આવ્યા હતા જે મહામારી દરમ્યાન સૌથી વધુ હતા.