કોરોના કહેરની શેર બજાર પર અસર, સેંસેક્સમાં 1145 પોઈન્ટનો કડાકો

February 22, 2021

આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજાર (Sher Bazar) માં ભારે કડાકો નોંધાયો છે. સોમવારે કોરોના કેસ વધતા રોકાણકારોની ચિંતા વધારી છે. કોરોના કહેરના પગલે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજની પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ (Sensex) 1145.44 પોઈન્ટના ઘટાડા સાથે 49744.32ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 306.05ના ઘટાડા સાથે 14675.70ના સ્તરે બંધ થયો હતો.


એનએસઈ (NSE)માં સૌથી વધારે ઘટાડો થયેલા શેરમાં આઈટીસી (ITC), એલએન્ડટી (L&T), આયશર મોટર્સ, એમએન્ડએમ, બજાજ ઓટો વગેરે સામેલ છે. જ્યારે ઓટો, એફએમસીજી, ફાર્મા શેરોમાં ભારે વેચાણ જોવા મળ્યું હતું. તો મેટલ ઈંડેક્સમાં 1 ટકાની મજબૂતી જોવા મળી હતી. અંદાજીત 996 શેરોમાં તેજી અને 409માં ઘટાડો જોવા મળ્યો હતો.
રૂપિયા સોમવારે 7 પૈસાની મજબુતી સાથે અમેરિકા ડોલરના મુકાબલામાં 72.58 પર ખુલ્યો હતો. ગુરૂવારે રૂપિયો 72.65 પર બંધ થયો હતો. શુક્રવારે છત્રપતિ શિવાજી મહારાજની જયંતીના પગલે કરન્સી માર્કેટ બંધ રહી હતી..
ગયા સપ્તાહના અંતમાં સેંસેક્સ 435 પોઈન્ટના ઘટાડા સાથે 51,000ની નીચે બંધ થયો હતો. શુક્રવારે શેર બજારની ધીમી શરૂઆત રહી હતી. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 15,000 પોઈન્ટની નીચે રહ્યો હતો. બિઝનેસના અંતમાં સેંસેક્સ 434.93 પોઈન્ટના ઘટાડા સાથે 50,889.76ના સ્તરે બંધ થયો હતો. જ્યાર નિફ્ટી 137.20 પોઈન્ટ ઘટાડા સાથે 14,981.75ના સ્તરે બંધ થયો હતો.