ગુજરાતમાં કોરોનાના નવા 12,131 કેસ, 22070 રિકવર, 30 મોત
January 28, 2022

ગાંધીનગર : ગુજરાતમાં આજે રાજ્યમાં કોરોનાના નવા 12,131 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 22070 દર્દીઓ રિકવર થયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,14,501 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ વધીને 89.56 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે 1,94,350 નાગરિકોનું રસીકરણ કરાયું હતું.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 107915 એક્ટિવ કેસ છે. જે પૈકી 297 નાગરિકો વેન્ટિલેટર પર છે. 107618 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10375 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 30 નાગિરકોનાં મોત થઇ ચુક્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1, સુરત 2, રાજકોટ 1, ભાવનગર કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 1, વલસાડ 2, ભરૂચ 2, ગાંધીનગર 1, પંચમહાલ 1, ભાવનગર 1 અને મહિસાગરમાં 1 થઇને કુલ 30 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.
જો રસીકરણની ચર્ચા કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 25 ને પ્રથમ, 529 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરની 4468ને પ્રથમ અને 18252 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 21798 નાગરિકોને રસીનો પ્રથમ અને 51755 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 32356 ને પ્રથમ ડોઝ અપાયો હતો. 65167 નાગરિકોને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 1,94,350 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,73,85,041 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
Related Articles
રાજ્યમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 26 દર્દી સાજા થયા
રાજ્યમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 26...
May 22, 2022
રાજકોટમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ કરી આત્મહત્યા
રાજકોટમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ કરી આ...
May 22, 2022
વરસાદના આગમનની ઘડીઓ, દક્ષિણ ગુજરાતમાં વહેલા ચોમાસાનો અણસાર
વરસાદના આગમનની ઘડીઓ, દક્ષિણ ગુજરાતમાં વહ...
May 22, 2022
યાસપુરથી મોટેરાના 19 કિમીના રૂટ પર મેટ્રો ટ્રેનની ટ્રાયલ લેવાઈ
યાસપુરથી મોટેરાના 19 કિમીના રૂટ પર મેટ્ર...
May 22, 2022
મેકડોનાલ્ડમાં કોકાકોલામાંથી ગરોળી નીકળી રેસ્ટોરન્ટ સીલ, AMCએ નોટિસ ફટકારી
મેકડોનાલ્ડમાં કોકાકોલામાંથી ગરોળી નીકળી...
May 22, 2022
નવનીત પ્રકાશનના માલિક નવીનભાઈની હત્યાના ચકચારી કેસમાં 6 આરોપીને આજીવન કેદ
નવનીત પ્રકાશનના માલિક નવીનભાઈની હત્યાના...
May 21, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022