કોરોનાનો નવો વેરિઅન્ટ દ. આફ્રિકામાંથી અનેક દેશોમાં પહોંચતા વિશ્વમાં ફફડાટ
November 27, 2021

વોશિંગ્ટનઃ વિશ્વના અનેક દેશોમાં કોરોના મહામારીનો પ્રકોપ ઘટી રહ્યો હતો એવામાં કોરોના વાઈરસના નવા વેરિઅન્ટે આખા વિશ્વને ચિંતામાં મુકી દીધું છે. દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ અનેક દેશોમાં ફેલાતા વિશ્વભરમાં કોરોના મહામારી અંગે નવેસરથી ગભરાટ ફેલાયો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ વેરિઅન્ટ યુવાનોમાં ઝડપથી ફેલાય છે તેમજ તે ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિઅન્ટથી પણ વધુ ખતરનાક મનાય છે. કોરોના મહામારીએ યુરોપમાં ફરી માથું ઊંચક્યું છે. યુરોપમાં કોરોનાના કેસ વધતા અનેક દેશોએ ફરીથી લોકડાઉન લાગુ કર્યા છે. ઓસ્ટ્રીયાની રાજધાની વિયેનામાં બાર બંધ છે જ્યારે જર્મનીના મ્યુનિક શહેરમાં ક્રિસમસ બજાર સૂના પડયા છે. જોકે, બ્રિટનમાં સ્થિતિ કંઈક અંશે સારી છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં ત્રણ વખત રાષ્ટ્રીય લોકડાઉન લાગુ કરાયા છે. બીજીબાજુ નેધરલેન્ડ, બેલ્જિયમ, જર્મની, ઑસ્ટ્રિયા અને ચેક ગણરાજ્ય સહિત અનેક દેશોમાં કોરોનાના કેસ વધતાં હોસ્પિટલોમાં મુશ્કેલ પરિસ્થિતિઓ સર્જાઈ છે, જેથી આ દેશોએ ફર લૉકડાઉન અને પ્રતિબંધો લાગુ કર્યા છે. કોરોનાના આ નવા વેરિઅન્ટને બી.૧.૧.૫૨૯ નામ અપાયું છે. આ વેરિઅન્ટ સતત બદલાતો રહેતો હોવાથી વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે. આ વેરિઅન્ટે ૩૦ કરતાં વધુ વખત સ્વરૂપ બદલ્યું હોવાથી તે સૌથી જોખમી વાત છે. ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ આ જ રીતે સ્વરૂપ બદલતા હોવાથી જીવલેણ સાબિત થયા હતા. વધુમાં આ વેરિઅન્ટ પર કોરોના વિરોધી વર્તમાન રસીઓ કેટલી અસરકારક છે અથવા નથી તે પણ વૈજ્ઞાાનિકો જાણી શક્યા નથી. આ અંગે હજુ અભ્યાસ થઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) આ વેરિઅન્ટ તાત્કાલિક બેઠક બોલાવી હતી અને સરકારોને નવેસરથી દિશા-નિર્દેશો જાહેર કરશે. આ વેરિઅન્ટ સામે લડવા હૂએ વધુમાં વધુ લોકોને રસી આપવા પર ભાર મૂક્યો છે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે આ વેરિઅન્ટમાં મલ્ટી મ્યુટેશન્સની તાકત છે. કોરોનાની રસી આ વેરિઅન્ટ પર કેટલી અસરકારક છે તેનો અભ્યાસ થઈ રહ્યો છે. આ વેરિઅન્ટ કેટલી ઝડપથી ફેલાય છે અને તે કેટલો જોખમી છે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. આ વેરિઅન્ટ અંગે જે માહિતી સામે આવી છે તે માત્ર તેણે કેટલી વખત સ્વરૂપ બદલ્યું તેની છે.
- ભારતમાં રાજ્યોને ચેતવણી અપાઈ
દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો કોરોનાનો નવો વેરિઅન્ટ બોત્સવાના અને હોંગકોંગમાં પણ મળી આવ્યો છે. કોરોનાના આ વેરિઅન્ટથી બચવા માટે દુનિયાના અનેક દેશોએ આકરા પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. ભારતે પણ રાજ્યોને પત્ર લખીને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની આકરી તપાસ કરવા નિર્દેશ આપ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખીને જણાવ્યું છે કે, આ વેરિઅન્ટમાં વધુ પ્રમાણમાં મ્યુટેશન થવાની માહિતી મળી છે. એવામાં જોખમવાળા દેશોમાંથી ભારતનો પ્રવાસ કરનારા બધા જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર નજર રાખવી જોઈએ અને તેમનું યોગ્ય ટેસ્ટિંગ થવું જોઈએ. કેન્દ્ર સરકારે બધા જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રેપિડ ટેસ્ટિંગ પર વધુ ભાર મૂક્યો છે.
- બ્રિટનનો છ આફ્રિકન દેશો પર પ્રતિબંધ
દક્ષિણ આફ્રિકામાં નવો વેરિઅન્ટ મળ્યો હોવાના સમાચાર જાહેર થતાં જ બ્રિટને છ આફ્રિકન દેશો દક્ષિણ આફ્રિકા, નામીબિયા, ઝિમ્બાબ્વે અને બોત્સવાના, લેસોથો અને ઈસ્વાતિનીના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ દેશોમાંથી ફ્લાઈટ્સ કામચલાઉ ધોરણે બંધ કરી દીધી છે. આ દેશોમાંથી બ્રિટન પહોંચનારા પ્રવાસીઓને સરકાર તરફથી અધિકૃત એક હોટેલમાં ૧૦ દિવસના આઈસોલેશનમાં રહેવું પડશે.
Related Articles
ડ્રગ્સની તસ્કરી કરી રહેલા સરકારી શિક્ષક સહિત 4ની પાકિસ્તાન સરહદેથી ધરપકડ
ડ્રગ્સની તસ્કરી કરી રહેલા સરકારી શિક્ષક...
Aug 08, 2022
મોદી સરકારની નવી નીતિ : ચાઈનીઝ કંપનીઓ રૂ. 12,000થી સસ્તા સ્માર્ટફોન નહિ વેચી શકે
મોદી સરકારની નવી નીતિ : ચાઈનીઝ કંપનીઓ રૂ...
Aug 08, 2022
સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તાજ મહેલને શણગારવા કોઈ વ્યવસ્થા નહીં, આગ્રાના તમામ સ્મારકો દેશભક્તિમાં તરબોળ
સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તાજ મહેલને શણગ...
Aug 08, 2022
હિમાચલના ચંબામાં વાદળ ફાટવાથી ભારે નુકસાન, પુલ તૂટ્યુ
હિમાચલના ચંબામાં વાદળ ફાટવાથી ભારે નુકસા...
Aug 08, 2022
રાજસ્થાનમાં ભૂમાફિયાને રોકવા જતાં BJP સાંસદને ટ્રકથી કચડવાનો પ્રયાસ
રાજસ્થાનમાં ભૂમાફિયાને રોકવા જતાં BJP સા...
Aug 08, 2022
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આજે સંસદમાં આપવામાં આવશે વિદાય
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આજે સંસદમાં...
Aug 08, 2022
Trending NEWS

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022