ભારતના કેટલાક હિસ્સામાં કોરોના ત્રીજા સ્ટેજમાંઃ એમ્સ ડાયરેક્ટર

April 06, 2020

નવી દિલ્હી  : દેશમાં વધી રહેલા કોરોનાના દર્દીઓ વચ્ચે ચિંતાજનક ખબર એ છે કે, કેટલાક વિસ્તારોમાં હવે કોરોનાની મહામારી ત્રીજા સ્ટેજમાં એટલે કે કોમ્યુનિટિ સ્તરે પહોંચી ચુકી છે.

દિલ્હી એમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ હતુ કે, કેટલાક વિસ્તારોમાં કોરોના કોમ્યુનિટી સ્તરે પ્રસરી ચુક્યો છે.જોકે આખા  ભારતની વાત કરવામાં આવે તો હાલમાં દેશ બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે છે.

તેમણે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, કોરોનાના કારણે સ્થિતિ ચિંતાજનક છે.કારણકે કેટલીક જગ્યાએ દર્દીઓની સંખ્યા અચાનક જ વધી ગઈ છે.કેટલાક વિસ્તારોમાં કોમ્યુનિટી લેવલે તેનો પ્રસાર થયો છે.જેમ કે મુંબઈ.આપણે બીજા અને ત્રીજા સ્ટેજ વચ્ચે છે.દેશના મોટા ભાગના હિસ્સામાં કોરોના બીજા સ્ટે જ પર છે.