કોરોનાનો કહેર: સેન્સેક્સમાં 2100 પોઇન્ટનું ગાબડુ, નિફ્ટીમાં પણ 434 પોઇન્ટ ઘટાડો

March 16, 2020

મુંબઇ : વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસ પ્રબળ બનવાની સાથે અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે ફરી એકવાર ભારતીય શેરબજાર ઘટાડો જોવા મળ્યો છે. કોરોના વાઇરસના કારણે ભારત સહિત દુનિયાભરના શેરબજારોમાં ખરાબ હાલ છે. 

અમેરિકન બજારની તેજી અને ફેડરલ બેન્કનો વ્યાજદરમાં ઘટાડો પણ સેન્સેક્સમાં તેજી લાવી શક્યો નથી. કોરોના વાઈરસનું ઈન્ફેક્શન વધવાના ડરથી ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

બીએસઈ 30માં સામેલ તમામ કંપનીઓના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે, જોકે સનફાર્મા અને ટીસીએસ, ડોલેક્સ, ડોલેક્સ અને ડોલેક્સ 200ના શેરમાં ઉછાળો આવ્યો છે. હાલ સેન્સેક્સ 1624.89 અંક ઘટીને 32,478.59 પર પહોંચ્યો. નિફ્ટી 455.05 અંક ઘટી 9,500.15 પર પહોંચ્યો.

શુક્રવારે સેન્સેક્સ 34,103.48 પર બંધ રહ્યું હતું જે આજે 1000.24 ઘટીને 33,103.24 પર ખુલ્યું હતું જે ઘટીને 32,446.04 સુધી જઇ આવ્યું. હાલ સેન્સેક્સ -1516.82(-4.45%) ઘટીને 32586.66 પર જ્યારે નિફ્ટી -434.25(-4.36%) ઘટીને 9520.95 કારોબાર કરી રહ્યું છે.